‘તમંચે પે ડિસ્કો’ કરનાર ધારાસભ્યને BJPએ આપી આ સજા

PC: ANI

રિવોલ્વર અને દારૂના નશામાં ડાન્સ કરનારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રણવસિંહ ચેમ્પિયન વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીએ મોટી કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કરી દીધા છે. કહેવાય છે કે, હોમ મિનિસ્ટર અમિત શાહના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં વાયરલ વીડિયોના આધારે પ્રણવ ચેમ્પિયન વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે.

આ પહેલા પ્રણવ ચેમ્પિયનનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ 3 રિવોલ્વર અને 1 રાઇફલ સાથે ફિલ્મી ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં પ્રણવ બંદૂક હાથમાં રાખીને ઉત્તરાખંડના લોકોને ગાળો આપતા પણ નજરે પડે છે. કહેવાય છે કે, ઉત્તરાખંડમાં હલચલ મચાવનારા આ વીડિયોએ દિલ્હીમાં BJPના નેતૃત્વને નારાજ કરી દીધું છે અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઉત્તરાખંડ BJP પાર્ટીના પ્રમુખ અજય ભટ્ટને નિર્દેશ આપ્યો છે કે, તેઓ પ્રણવ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરે.

આ નિર્દેશ બાદ પાર્ટીએ પ્રણવ ચેમ્પિયનને સસ્પેન્ડ કરી દીધા હતા. પ્રણવ ચેમ્પિયન વિરુદ્ધ કેસ દાખલ કરનારા દેહરાદુનના પત્રકાર ગજેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, પ્રણવે લોકોની ભાવનાને ઠેંસ પહોંચાડી છે. એક ધારાસભ્ય હોવાને લીધે ચેમ્પિયનને પોતાની જીભ પર કાબૂ રાખવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp