ગુજરાતના એવા 9 ધારાસભ્યો જે 30 વર્ષ સુધી વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે

PC: khabarchhe.com

ગુજરાતમાં જાણો 30 વર્ષ સુધી વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે તેવા ધારાસભ્યો પણ છે. આ તમામ દિગ્ગજ ધારાસભ્યો ગુજરાતમાં 6થી વધુ વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. આ ઉપરાંત ગુજરાતમાં લગભગ 62 ધારાસભ્યો છે જેઓ સતત ત્રણ કે તેથી વધુ ચૂંટણી જીત્યા છે. કુલ ધારાસભ્યોમાંથી 41 ભાજપના, 20 કોંગ્રેસના અને 1 બીટીપીનો છે. તેમાંથી એક ધારાસભ્ય 10 વખત, ત્રણ ધારાસભ્યો સાત વખત, પાંચ ધારાસભ્યો છ વખત ચૂંટાયા છે. 18 ધારાસભ્યો પાંચ વખત જીત્યા છે જ્યારે પંદર ધારાસભ્યો ચાર વખત અને વીસ ધારાસભ્યો ત્રણ વખત જીત્યા છે. સતત ચૂંટાયેલા કુલ સભ્યોમાંથી 41 ભાજપના, 20 કોંગ્રેસના અને 1 બીટીપીના છે. જાણો કોણ છે આ દિગ્ગજો

નીતિન પટેલઃ

નીતિન પટેલ છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1990 થી 2017 સુધી પટેલ ભાજપના નેતા તરીકે ચૂંટણી લડ્યા હતા. તેઓ 1990થી 2007 સુધી કડી બેઠક અને 2012 થી 2017 સુધી મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

મોહનસિંહ રાઠવાઃ

રાઠવા માત્ર એક જ વખત ચૂંટણી હારી ચૂક્યા છે. તેઓ એવા નેતા છે જેઓ લાંબા સમય સુધી ધારાસભ્ય પદ સંભાળે છે. જનતાએ તેમને દસ વખત ધારાસભ્ય તરીકે ચૂંટ્યા છે. તેઓ 1972-2007 દરમિયાન જેતપુરથી ચૂંટણી લડ્યા હતા. 2012-2017માં છોટા ઉદેપુરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. રાઠવાએ 1995 થી 2017 સુધી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. હવે ભાજપમાં જોડાયા છે.

પબુભા માણેકઃ

પબુભા માણેક સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1990થી 2017 સુધી તેઓ દ્વારકાથી ધારાસભ્ય બન્યા છે. 1990-98 સુધી અપક્ષ, 2022 સુધી કોંગ્રેસ, પછી 2007-2017 સુધી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા.

છોટુ વસાવાઃ

વસાવા સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1985માં જ તેમનો પરાજય થયો હતો. 1990 અને 1998માં જનતા દળ, 1995માં સ્વતંત્ર, 2002-12માં JD(U) અને 2017માં BTPથી જીત્યા હતા.

યોગેશ પટેલઃ

પટેલ સાત વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. તેમણે વર્ષ 1990માં ભારતીય જનતા દળ સાથે તેમની રાજકીય સફર શરુ કરી હતી અને હવે તેઓ ભાજપના નેતા છે. પટેલે 2012-17માં માંજલપુર અને ત્યારબાદ 1990-2007 દરમિયાન વડોદરાની રાવપુરા બેઠક પરથી ચૂંટણી લડી હતી.

મધુ શ્રીવાસ્તવઃ

સતત 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. મધુ 1985-90ની ચૂંટણી હારી ગયા હતા. તેઓ બરોડા સિટી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. હાલમાં તેઓ અપક્ષ તરીકે વાઘોડિયાથી સતત ચૂંટણી લડી રહ્યા છે.

કેશુ નાકરાણી:

નાકરાણી ભાજપમાંથી છ વખત ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂક્યા છે અને ધારાસભ્ય પણ બન્યા છે. તેઓ 1995 થી 2007 સુધી સિહોરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. ગારિયાધાર બેઠક પરથી 2012 અને 2017ની ચૂંટણી લડ્યા હતા.

પુંજા વંશ:

ઉનાથી 6 વખત ધારાસભ્ય પૂંજા વંશ 2007માં જ ચૂંટણી હારી ગયા હતો. 1990માં જનતા દળ તરફથી તેઓ લડ્યા હતા જ્યારે 1995-2017 સુધી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

નિરંજન પટેલઃ

પટેલ પેટલાદ બેઠક પરથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2002માં નિરંજન પટેલ ચૂંટણી હારી ગયા હતા. 1990માં જનતા દળના ઉમેદવાર પછી 1995થી 2017 સુધી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp