26th January selfie contest

મોહન ડેલકરના નિધન પર તેમના સહયોગીએ આપ્યું મોટું નિવેદન

PC: news18.com

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના અણધાર્યા નિધન બાદ પ્રેદશમાં જંગલ જેવી શાંતિ છવાઈ ગઈ છે. સેલવાસમાં આવેલા મોહન ડેલકરના નિવાસ સ્થાને સોપો પડી ગયો છે. પરિવારના સભ્યો, નજીકના સમર્થકો તેમજ ટેકેદારો તેમજ અગ્રણીઓ મુંબઈ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. સામાન્ય દિવસોમાં માણસોથી ભર્યું રહેતું એમનું નિવાસસ્થાન હાલ ખાલી છે. એમની કચેરીમાં પણ કોઈ જોવા મળતું નથી.

મોહન ડેલકરના નિધન બાદ સત્તાવાર કોઈ માહિતી નથી. પણ એમના મીડિયા ઈન્ચાર્જે મોટા આક્ષેપો કર્યા છે. ઈન્ચાર્જ દીપક પટેલના કહેવા પ્રમાણે મોહન ડેકલર છેલ્લા કેટલાક સમયથી તંત્રની તાનાશાહીને કારણે સ્ટ્રેસમાં રહેતા હતા. એવું મીડિયા ઈન્ચાજે કહ્યું છે. તંત્રની આવી તાનાશાહીને કારણે મોહન ડેલકરે આ પગલું ભર્યું હશે એવા આક્ષેપ થઈ રહ્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં ઈન્ચાર્જે કહ્યું હતું કે,સાહેબ તંત્રની તાનાશાહીથી ખૂબ દુઃખી હતા. તંત્રએ એમને દુઃખી કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. જ્યારે મારી સાથે વાત થઈ ત્યારે તેમણે મને એવું કહ્યું તું કે, તંત્રની તાનાશાહીથી દુઃખી છું. મારા લોકોને હું બચાવી શકતો નથી. એ વાતનું મને દુઃખ છે. લોકસભામાં અનેક વખત રજૂઆત કરવા છતાં એમના પ્રશ્નોનો કોઈ નીવેડો આવતો ન હતો. મોહન ડેલકરના નિધન બાદ પ્રદેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જોકે, એમના મીડિયા ઈન્ચાર્જે કરેલા આક્ષેપ બાદ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે.

અંદરખાને ખળભળાટ જોવા મળી રહ્યો છે. એમને મૃતદેહ હજુ સેલવાસ આવ્યો નથી. અગ્રણી, આગેવાનો તેમજ એમના પરિવારજનો આ વિશે કોઈ વાત કરવા તૈયાર નથી. મોહલ ડેલકર મુંબઈની હોટેલ સી ગ્રીનમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. મુંબઈ પોલીસને આ કેસમાં એક સુસાઈડ નોટ પણ મળી છે. જે ગુજરાતીમાં લખેલી છે. તેઓ દાદરા અને નગર હવેલી પ્રાંતના યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી પદે રહ્યા હતા. તેમણે ગળેફાંસ ખાઈને આત્મહત્યા કરી હતી. ફોરેન્સિક રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુ પાછળનું ખરૂ કારણ જાણવા મળશે. જોકે, છ પાનાની સુસાઈડ નોટને લઈને પણ ઘણી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. આ નોટ પરથી એવું લાગે છે કે, તેઓ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીમાં હતા. સ્ટ્રેસ અનુભવતા હતા. રાજકીય ઉપેક્ષાનો શિકાર થયા હોવાની વાત તેમણે એ પત્રમાં સ્પષ્ટ લખી છે. પોતાના સમર્થકો અને પરિવારના લોકો પાસે ક્ષમા માગવાની સાથોસાથ આ પગલું ભરવા પાછળ કેટલાક લોકોને જવાબદાર ઠેરવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp