વિદેશી મહિલાથી જન્મેલો વ્યક્તિ રાષ્ટ્રવાદી ન હોય શકેઃ BJP સાંસદ પ્રજ્ઞા ઠાકુર

PC: intoday.in

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે અને 15 જૂનની રાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ ભારતમાં ચીન પ્રત્યેનો ગુસ્સો વધી રહ્યો છે. લોકો ચીની વસ્તુઓ અને ચીની વડાપ્રધાન શી જિનપિંગનું પૂતળું બાળીને ચીન પ્રત્યે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ભારત અને ચીન સીમા વિવાદ અને શહીદ થયેલા જવાનો બાબતે વિપક્ષ કેન્દ્ર સરકારને આડે હાથ લઈ રહ્યું છે. રાહુલ ગાંધી આ બાબતે કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. હવે આ ભારત-ચીન સીમા વિવાદમાં BJP સાંસદ પ્રજ્ઞા ઠાકુરની એન્ટ્રી થઈ છે. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર વિવાદિત નિવેદન આપ્યું છે.

મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા સીટથી BJPની ટિકિટ પર ચૂંડણી જીતેલા સાંસદ પ્રજ્ઞા ઠાકુરે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે, ‘એક વિદેશી મહિલાથી જન્મેલો વ્યક્તિ રાષ્ટ્રવાદી નહીં હોઈ શકે. પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં પ્રદેશ BJP કાર્યાલયમાં એક કાર્યક્રમ બાદ ભારત-ચીન વચ્ચેના તણાવના સંદર્ભમાં કોંગ્રેસના આરોપોની બાબતે કરાયેલા એક સવાલના જવાબમાં પત્રકારોને કહ્યું હતું કે, કોંગ્રેસે તો પોતે પોતાની અંદર ડોકિયું કરીને જોવું જોઈએ. તેમાં ન તો બોલવાની સભ્યતા છે કે ના પાર્ટીમાં સંસ્કાર છે. ન તો તેમની પાર્ટીમાં દેશભક્તિ છે. હું એક વાત કહીશ કે દેશભક્તિ આવશે ક્યાંથી? જ્યારે બે દેશોની સદસ્યતા લઈને રહેશે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં દેશ સુરક્ષિત હાથોમાં છે.

કોંગ્રેસના મીડિયા સેલના પ્રભારી જીતુ પટવારીએ પણ પ્રજ્ઞા ઠાકુરનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કરતાં એક ટ્વીટ કર્યું કે, ‘કોઈ પણ દેશભક્ત આતંકવાદી નહીં હોઈ શકે. કોઈ પણ ગોડસે ભક્ત દેશભક્ત નહીં હોઈ શકે. જેની જેવી ભાવના રહી, તેને પ્રભૂ મૂર્તિ તેવી દેખાઈ’. પટવારી અપ્રત્યક્ષ રીતે વર્ષ 2008માં મહારાષ્ટ્રના માલેગાવામાં બોમ્બ વિસ્ફોટના મમલાના આરોપીઓમાંથી એક પ્રજ્ઞા ઠાકુરનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ પહેલા પ્રજ્ઞા ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ તરફથી નવ વર્ષ સુધી આપવામાં આવેલા ત્રાસના કારણે આજે તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર BJP કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે યોગ કર્યા બાદ પ્રજ્ઞા ઠાકુરે વર્ષ 2008માં થયેલા માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના મામલે 9 વર્ષ સુધી જેલમાં વિતાવેલા દિવસોને યાદ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp