ધોની આ પાર્ટીમાં જોડાઇ તેવી શક્યતા, પૂર્વ કેન્દ્રીયમંત્રીનો દાવો ‘વાતચીત શરૂ છે’

PC: ICC

વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર બાદ બધી બાજુ ફરી મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસની વાતચીત ચાલુ થઇ ગઇ છે. ત્યારે હવે એવી વાત સામે આવી રહી છે કે મહેન્દ્રસિંહ ધોની ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઇ શકે છે. થોડા સમય પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ સ્ટાર ખેલાડી ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયો હતો અને તેની ટિકિટ પર અત્યારે ગંભીર સાંસદ પણ છે.

Image result for sanjay paswan

ધોનીની લોકપ્રિયતા જોતા ભારતીય જનતા પાર્ટી માહીને પોતાની પાર્ટીમાં લાવવાની તમામ સંભવ કોશિશ કરી રહ્યું હોય, તેવો રિપોર્ટ સામે આવી રહ્યો છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા સંજય પાસવાને દાવો કર્યો છે કે, મહેન્દ્રસિંહ ધોની ટૂંક સમયમાં ક્રિકેટમાંથી સંન્યાસ લઈને BJPનું સભ્યપદ ગ્રહણ કરશે. આ સંબંધમાં ધોની સાથે ઘણીવાર મુલાકાત પણ ભાજપના નેતાની થઇ છે, તેવો પણ દાવો કરવામાં આવ્યો છે.

Image result for dhoni amit shah

સંજય પાસવાને આજતક સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટ મારફતે દેશની ઘણી સેવા કરી લીધી. હવે તેને ક્રિકેટમાંથી સંન્યાસ લઇને સમાજ અને દેશ સેવા કરવા રાજનીતિમાં આવવું જોઇએ. પાસવાને દાવો કર્યો હતો કે, ધોની સાથે રાજનીતિના સંબંધ અંગે કેટલીય વાર વાતચીત થઇ ચૂકી છે. તેઓ ધોનીના સતત સંપર્કમાં છે. તેમને આશા છે કે જલદી તેઓ આ દિશામાં ફેસલો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp