આમંત્રણ પત્રિકામાં બનાસકાંઠાના ધારાસભ્યનું નામ ન લખાતા વિવાદ સર્જાયો

PC: Youtube.com

બનાસકાંઠાના લાખણી બસ સ્ટેશન ઉદ્ધઘાટનની આમંત્રણ પત્રિકાને લઈને વિવાદ સર્જાયો છે. આ લાખાણી બસ સ્ટેશન ઉદ્ધઘાટન જેવા સરકારી કાર્યકર્મમાં પણ પક્ષપાત જોવા મળતા વિવાદ સર્જાયો હતો. દિયોદર જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભૂરીયાનું નામ આમંત્રણ પત્રીકામાં છાપવામાં આવ્યું ન હતું. જેને લઈ કોંગ્રેસમાં નારાજગી જોવા મળી છે. આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો લાખણીને થોડા વર્ષો પહેલા જ સરકાર દ્વારા તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આ નવો તાલુકો જાહેર થતા લાખણીમાં નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત આગામી દિવસોમાં કરવામાં આવશે. આ બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

લોકહિતના કાર્યોમાં પણ રાજનીતિ અને પક્ષપાત જોવા મળી રહ્યા છે. કારણકે આ જે વિસ્તાર છે તે ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના જેના કારણે આમંત્રણ પત્રિકામાં કોંગ્રેસના ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. આમાં મહત્ત્વની વાત એ છે કે, પૂર્વ ભાજપના મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કે, જે શિવા ભૂરીયા સામે ચૂંટણી લડ્યા હતા તેમના નામ આમંત્રણ પત્રિકામાં છાપવામાં આવ્યા છે, જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમા રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓનું આ બાબતે કહેવું છે કે, ચાલુ ધારાસભ્ય હોવા છતા સરકારી કાર્યક્રમમાં સ્થાન ન અપાતા કોંગ્રેસ આ કાર્યક્રમનો વિરોધ કરશે અને જ્યારે મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરશે ત્યારે કાળા વાવટા ફરકાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp