પંકજા મુંડેએ ટ્વિટર બાયોમાંથી BJP હટાવ્યું, શિવસેનામાં જવાની અટકળો

PC: hindustantimes.com

દિવંગત BJP નેતા ગોપીનાથ મુંડેની દીકરી અને ફડણવીસ સરકારમાં મંત્રી રહી ચુકેલી પંકજા મુંડેનો મિજાજ બદલાયેલો લાગી રહ્યો છે. હવે તેમણે પોતાના ટ્વિટર બાયોમાંથી BJP નેતા હટાવી દીધું છે. જેને કારણે સવાલો ઉઠી રહ્યા છે કે, શું પંકજા ખરેખર 12 ડિસેમ્બરે BJPમાંથી છૂટા પડવાની જાહેરાત કરશે કે પછી આ બધું માત્ર એક ડ્રામા છે, જેના દ્વારા તેઓ પાર્ટી નેતાઓ પર દબાણ બનાવીને વિધાનસભામાં નેતા વિપક્ષની પોસ્ટ મેળવી શકે.

હાલ, પંકજા ફોન પર તો વાત નથી કરી રહ્યા, પરંતુ CM ઠાકરેને અભિનંદન પાઠવતા તેમના ટ્વિટ જોઈ શકાય છે. આથી, સવાલો ઉઠી રહ્યા છે કે, શું પંકજા શિવસેનામાં સામેલ થશે? જો તમે તેમના ટ્વિટર અકાઉન્ટ પર છેલ્લાં કેટલાક ટ્વિટ જોશો તો તેમાં શિવસેના તરફનો તેમનો ઝુકાવ સ્પષ્ટ દેખાશે.

શિવસેનાની સરકાર બન્યા બાદથી જ BJPના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની નવી સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. પરંતુ બીજી તરફ તેમના જ સહયોગી મંત્રી રહી ચુકેલા પંકજા મુંડેએ નવનિર્વાચિત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અભિનંદન પાઠવવા માટે એક પછી એક એમ ત્રણ ટ્વિટ કરી દીધા.

રિપોર્ટ અનુસાર, પૂર્વ મંત્રી પંકજા મુંડે 12 ડિસેમ્બરે પોતાના સમર્થકોને મળીને કોઈ મોટી જાહેરાત કરી શકે છે. વિધાનસભા ચૂંટણીમાં હાર મળ્યા બાદ પહેલીવાર પાર્ટી નેતા પંકજા મુંડેએ પોતાના સમર્થકોની બેઠક બોલાવી છે.

नमस्कार मी पंकजा गोपीनाथ मुंडे... निवडणुका झाल्या निवडणुकीचे निकाल ही लागले. निकालानंतर राजकीय घडामोडी, कोअर कमिटीच्या...

Posted by Pankaja Gopinath Munde on Saturday, 30 November 2019

પોતાની ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, 12 ડિસેમ્બેરે ગોપીનાથ મુંડેની પુણ્યતિથી પર તમામ સમર્થકોને નિવેદન છે કે, તેઓ બેઠકમાં સામેલ થાય. તેમણે કહ્યું કે, રાજકીય માહોલમાં પોતાની તાકાત ઓળખવાની જરૂર છે, 8-10 દિવસમાં જ મોટો નિર્ણય લઈશ.

12 ડિસેમ્બરે પંકજા મુંડે શું કરશે એ તો પછી જ જાણવા મળશે. પરંતુ એટલું નક્કી છે કે, પંકજા મુંડે અને BJPના સંબંધોમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. પહેલા 12 ડિસેમ્બરે મોટી જાહેરાત કરવાની વાત કરવી ત્યારબાદ શિવસેનાના નવા CMના વખાણ કરવા અને પછી ટ્વિટર હેન્ડલ બાયો પરથી BJP હટાવી લેવું, આ બધું જ કંઈક અલગ જ દિશામાં ઈશારો કરી રહ્યું છે.

જોકે, આ અંગે BJP મહારાષ્ટ્ર ચીફ ચંદ્રકાન્ત પાટીલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પંકજા મુંડેની BJP છોડીને શિવસેના જોઈન કરવાની વાત અફવા માત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp