PM મોદી ભાષણ આપતા અચાનક અટકી ગયા... રાહુલ ગાંધીએ તરત કરી દીધો વ્યંગ

PC: siasat.com

કોઇ પણ નાનામાં નાની તક મળે એટલે રાજકારણીઓ દાવ લેવાનું છોડતા નથી ભલે પછી તે ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષ હોય. તેમાં પણ સત્તાધારી પાર્ટીના નેતા જો ભુલ કરે તો વિપક્ષ હમેંશા ટાપીને જ બેઠો હોય છે. આ વાત એટલા માટે કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં સ્પીચ આપી રહ્યા હતા, ત્યારે તેમણે થોડી વાર માટે અટકવું પડ્યું હતું. તો કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ PM  મોદી પર નિશાન સાધી દીધું હતું, તો ભાજપે પણ વળતો જવાબ આપ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટમાં જયારે PM મોદી બોલી રહ્યા હતા તે વખતે કોઇક કારણોસર વચ્ચે અટકી જવું પડ્યું હતું.કોંગ્રેસે આ કલીપ શેર કરીને નિશાન સાધ્યું તો રાહુલ ગાંધીએ પણ વ્યંગ કરી લીધો હતો.

PM મોદી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના કાર્યક્રમમાં વર્ચઅલી જોડાયા હતા. પોતાની સ્પીચ વખતે પ્રધાનમંત્રી થોડા વખત માટે અટકી ગયા તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ટેલીપ્રોમ્પટર પણ આટલું ખોટું વેઠી શક્યું નહી. તો કોંગ્રેસે PM મોદી સામે નિશાન સાધીને કહ્યું કે ટેલી પ્રોમ્પટર વાળી વ્યકિતએ કહ્યું હશે કે અચ્છા જાવું છું, દુઆઓમેં યાદ રખના.

કોંગ્રેસના નિવેદન સામે વળતો પ્રહાર કરતા દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યું કે ટેકનિકલ ખામી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તરફથી આવી હતી, જેને કારણે PM મોદીનું સંબોધન અટકાવવું પડ્યું હતું.

જો કે કેટલાંક એવા વીડિયો સામે આવ્યા જેના પરથી ખબર પડી કે ખામી ટેલીપ્રોમ્પટરમાં નહોતી, પરંતુ મેનેજિંગ ટીમે PM મોદીને અટકાવીને લોકોને એવું પુછવાનું કહ્યું હતું કે બધાને તેમનો અવાજ તો સંભળાઇ રહ્યો છે ને.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વ આર્થિક મંચના દાવોસ એજન્ડાના સમિટમાં રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે પોતાના કાર્યકાળના 10 મોટા પરિવર્તનો વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હવે ભારત માટે મુશ્કેલીનો સમય પુરો થઇ ગયો છે. PM મોદીએ આર્થિક સુધારા પર ભાર મૂકીને કહ્યું કે લાયસન્સ રાજ માટે બદનામ ભારત હવે આગળ વધી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp