3 રાજ્યો ગુમાવ્યા બાદ ભાજપ માટે અહીંથી રાહતના સમાચાર, PM મોદીએ માન્યો આભાર

PC: thehindu.com

11 ડિસેમ્બરે જાહેર થયેલા 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, વળી 3 રાજ્યોમાં તો કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લેવામાં સફળતા મેળવી છે. તાજેતરના પરાજયને પરિણામે ભાજપના કાર્યકરોમાં નિરાશા જોવા મળે છે, તો કોંગ્રેસના કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકાયા છે.

જો કે આ તમામ બાબતો વચ્ચે દેશના પૂર્વ ભાગમાંથી ભાજપના માટે સારા સમાચાર મળી રહ્યાં છે. તાજેતરમાં આસામમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં આસામની પંચાયત ચૂંટણીમાં વિજય મેળવવા બદલ રાજ્યના લોકોનો આભાર માન્યો હતો. તેમણે આગળ જણાવ્યું કે, આ જીતથી જાણી શકાય છે કે, ભારતીય જનતા પાર્ટી પૂર્વ ભારતાના લોકોને પસંદ પડવા લાગી છે. 

વડાપ્રધાને ટ્વીટ કરને સંદેશ આપતા જણાવ્યું કે, છેલ્લા થોડા વર્ષોથી ભાજપ અને NDA પરિવાર પૂર્વોતર રાજ્યોમાં લોકોની પસંદ બની રહ્યાં છે. આ અમારુ સૌભાગ્ય છે કે, અમે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરીને પ્રદેશમાં વિકાસના કામને આગળ વધાર્યુ છે. રાજ્યમાં પંચાયત ચૂંટણીમાં મળેલા ભવ્ય સમર્થન માટે આસામના મારા ભાઈ-બહેનોનો આભાર. લોકોને આસામ સરકાર અને તેના સુશાસન પર અતૂટ વિશ્વાસ છે. 


તેમણે રાજ્યમાં ભાજપ કાર્યકર્તાઓના શાનદાર પ્રદર્શનની સરાહના કરતા જણાવ્યું કે, તમારી મહેનતના કારણે પાર્ટીને સફળતા મળી છે. વડાપ્રધાને જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે, કાર્યકર્તાઓ આસામના વિકાસને લગતા જનકલ્યાણના કામો વિશે પોતાનો અવાજ ઉઠાવતા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp