ભાજપ શાસિત આ રાજ્યમાં પ્રશાંત કિશોરની ટીમને હોટલમાં નજરકેદ કરવામાં આવી

PC: deccanherald.com

TMC માટે સરવે કરવા ત્રિપુરા પહોંચેલી પ્રશાંત કિશોરની ટીમને હોટલમાં નજરકેદ કરી લેવામાં આવી છે. આ ટીમને હોટલની બહાર નીકળવા દેવામાં આવી નહીં. તેમના પર નજર રાખવા ત્રિપુરા પોલીસના ઘણાં જવાનો હોટલની અંદર અને બહાર તૈનાત છે. ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટિ(I-PAC)ના લગભગ 23 કર્મચારીઓની ટીમ TMC માટે સરવે કરવા થોડા દિવસ પહેલા ત્રિપુરાના અગરતાલા પહોંચી છે. બધા લોકો હોટલ વુડલેન્ડમાં રોકાયા છે. પોલીસ અને પ્રશાસને કર્મચારીઓને હોટલમાં રોકવાનું કારણ કોરોના પ્રોટોકોલ જણાવ્યું છે. જણાવી દઇએ કે ત્રિપુરામાં હાલમાં ભાજપાના નેતૃત્વની સરકાર છે.

અભિષેક બેનર્જીનો ભાજપા પર નિશાનો

મમતા બેનર્જીના ભત્રીજા અને TMC સાંસદ અભિષેક બેનર્જીએ આ ઘટના પછી ત્રિપુરાની ભાજપા સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે, ત્રિપુરા ભાજપાના લોકો ટીએમસીના ત્યાં પહોંચવા પહેલા જ ખરાબ રીતે ડરી ગયા છે. તેઓ બંગાળમાં અમારી જીતથી ખૂબ જ પરેશાન છે. માટે I-PACના કર્મચારીઓને નજરબંધ કરી દીધા છે. ભાજપાના શાસનમાં લોકતંત્ર દમ તોડી રહ્યું છે. હજારો લોકોના મોત થઇ રહ્યા છે.

બંગાળ ચૂંટણી પછી પ્રશાંત કિશોર શરદ પવાર સહિત વિપક્ષના ઘણાં નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ મમતા બેનર્જીના રાષ્ટ્રીય રાજકારણ માટે માહોલ તૈયાર કરી રહ્યા છે. મમતા બેનર્જી ઘણીવાર પોતાના ભાષણોમાં આવનારી લોકસભા ચૂંટણીમાં વિપક્ષનું પ્રતિનિધિત્વ કરવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થવા માટે TMCએ પૂર્વોત્તરના રાજ્યો પર પકડ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે.

માર્ચ એપ્રિલ 2021માં પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પ્રશાંત કિશોરે જ TMC માટે ચૂંટણીની રણનીતિ તૈયાર કરી હતી. પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપા 100 સીટોના આંકડાને પાર કરી શકશે નહીં. થયું પણ કંઇક એવું જ. ભાજપા ત્યાં 77 સીટો પર જ કબ્જો કરી શકી. ત્યાર પછી મમતા બેનર્જીને 2024માં થવા જઇ રહેલી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના નેતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલમાં દિલ્હીના પ્રવાસે છે. તેઓ સોમવારે સાંજે લગભગ 5.30 વાગ્યે પહોંચ્યા. તેઓ સોનિયા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરશે. મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પણ સમય માગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp