મારી વિરુદ્ધ લખનારાઓ પર એક્શન લેવાશે, તો ન્યૂઝ ચેનલો ખાલી થઈ જશેઃ રાહુલ ગાંધી

PC: moneycontrol.com

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ લખનારા પત્રકારની ધરપકડ પર ઘમાસાણ ચાલી રહ્યું છે. આ મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ અંગે વ્યંગ કર્યો છે. મંગળવારે તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, જો આ રીતે તેમની વિરુદ્ધ લખનારા પત્રકારો પર એક્શન લેવાની શરૂઆત થાય તો મીડિયા હાઉસમાં સ્ટાફની અછત સર્જાશે.

કોંગ્રેસ અધ્યક્ષે ટ્વિટ કર્યું હતું કે, જો દરેક પત્રકાર જે મારી વિરુદ્ધ ખોટા આરોપો લગાવીને, RSS/BJPના પ્રાયોજિત એજેન્ડા ચલાવે છે,જો તેમને જેલમાં નાંખવામાં આવે તો ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલોમાં સ્ટાફની અછત સર્જાશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મૂખર્તાપૂર્ણ વલણ અપવાની રહ્યા છે, ધરપકડ કરવામાં આવેલા પત્રકારોને તરત જ છોડી મુકવાની જરૂર છે.

જણાવી દઈએ કે, યુપી CM યોગી આદિત્યનાથ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખનારા પત્રકાર પ્રશાંત કનૌજિયાની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. જેનો ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ઘણા સંગઠન અને પત્રકાર સતત યોગી સરકાર પર નિશાનો સાધી રહ્યા છે અને પત્રકારને છોડવાની માગ કરી રહ્યા છે. આ મુદ્દો હવે રાજકીય રૂપ લઈ ચુક્યો છે.

એટલું જ નહીં, પત્રકારની ધરપકડ બાદ યોગી આદિત્યનાથના ગૃહ જિલ્લા ગોરખપુરમાંથી બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગોરખપુરના પીર મોહમ્મદ અને ધર્મેન્દ્ર ભારતીએ પણ CM યોગી વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ લખી હતી. પત્રકારની ધરપકડનો મામલો તો દેશની સર્વોચ્ચ અદાલત એટલે ક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, જેના પર મંગળવારે જ સુનાવણી થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp