રાહુલ ગાંધીએ PM મોદીને નહીં આ વ્યક્તિને મારી હતી આંખ

PC: LStv

લોકસભામાં ગઈકાલે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગળે મળ્યા બાદ જ્યારે પોતાની સીટ પર પરત ફર્યા ત્યારે તેમણે આંખ મારી હતી અને આ આંખ મારતો ફોટો સોશિયલ મીડિયા પર વાયુવેગે પસરી ગયો હતો. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની આ આંખ મારવાના ફોટાને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અમુક લોકોને રાહુલ ગાંધીનો આ વ્યવહાર નથી ગમ્યો, જ્યારે અમુકે વખાણ કર્યા છે.

મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ આંખ મારીને PM મોદીનું અપમાન કર્યું છે, પરંતુ એવું નહોતું. PM નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીની સામે બેઠા હતા અને રાહુલે બાજુમાં બેસેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને આંખ મારી હતી. એટલે વીડિયો ધ્યાનથી જોતા ખબર પડશે કે રાહુલ ગાંધીની PMનું અપમાન કરવાનો કોઈ આશય નહોતો. ગળે મળ્યા બાદ જ્યારે રાહુલ ફરી તેમની સીટ પર આવ્યા ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા સામે હસીને આંખ મારી હતી અને બોડી લેંગ્વેજ એક્સપર્ટ્સનું કહેવું છે કે, સરખી ઉંમરના મિત્રો વચ્ચે આ સ્વાભાવિક છે. જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલ ગાંધીના નજીકના વ્યક્તિ ગણાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp