હિંદી ભાષાના વિરોધમાં રજનીકાંતે કહી આ વાત...

PC: deccanherald.com

દેશના ઘણા ભાગોમાં આ સમયે હિન્દી પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે. તો 14 સપ્ટેમ્બરે હિંદી દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જેના એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે દેશની રાષ્ટ્રીય ભાષા તરીકે હિંદીને અપનાવવાની વકાલત કરી હતી. તેમના એ નિવેદનનો વિરોધ વધી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ભારતના નેતાઓ તેને માનવા તૈયાર નથી. હાલમાં જ કમલ હસન તેનો વિરોધ કરી ચૂક્યા છે. હવે રજનીકાંતે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે. તેમના મતે હિંદી ભાષાને જબરદસ્તીથી લાદવી જોઈએ નહી.

રજનીકાંતે કહ્યું, હિંદી ભાષાને બળજબરીપૂર્વક લાદવી જોઈએ નહીં, માત્ર તામિલનાડુ જ નહીં પરંતુ કોઈપણ દક્ષિણી રાજ્ય હિંદીને જબરદસ્તી અપનાવશે નહીં. માત્ર હિંદી જ નહીં પણ કોઈપણ ભાષાને લાદવી જોઈએ નહીં. જો રાષ્ટ્રીય ભાષા હોય તો દેશની એકતા અને પ્રગતિ માટે સારું રહેશે, પરંતુ કોઈપણ ભાષાને જબરદસ્તી લાદવામાં આવશે તો તેનો સ્વીકાર કરવામાં આવશે નહીં.

કમલ હસને પણ એક વીડિયો અપલોડ કરીને કહેલું કે, ફરી એક ભાષા આંદોલન થશે, જે તમિલનાડુના વિરોધ પ્રદર્શનની તુલનામાં મોટું થશે.

ગૃહમંત્રીના નિવેદનથી રાજકારણ ગરમાયુંઃ

ગૃહમંત્રી અમિત શાહે હિંદી દિવસના અવસરે દેશની રાષ્ટ્રીય ભાષા તરીકે હિંદીને અપનાવવાની વકાલત કરી હતી. ત્યાર પછી આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ હતી. તેમાં પણ ખાસ કરીને દક્ષિણના રાજ્યોએ તેનો ખાસ વિરોધ કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, ભાષાની વિવિધતા એ ભારતની તાકાત છે, પણ એક રાષ્ટ્રીય ભાષાની જરૂર છે, જેથી વિદેશી ભાષાઓ અને તેની સંસ્કૃતિઓ દેશની ભાષા અને સંસ્કૃતિ પર ભારે નહીં પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp