રાજ્યસભા સાંસદ અમર સિંહનું 64 વર્ષની વયે નિધન

PC: twitter.com

રાજ્યસભા સાંસદ અમર સિંહનું નિધન થઇ ગયું છે. અમર સિંહનો છેલ્લા 6 મહિનાથી સિંગાપોરની એક હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો હતો. અમર સિંહ હાલનું હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે. સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમર સિંહ છેલ્લા કેટલાય દિવસોથી બીમાર હતા. કહેવાય છે કે, તેઓ છેલ્લા દોઢ મહિનાથી ICUમા એડમીટ હતા.

ઉત્તર પ્રદેશની રાજનીતિમાં અમર સિંહનું ખાસ યોગદાન રહ્યું છે. અમર સિંહ 2010થી સમાજવાદી પાર્ટીમાંથી નીકળી ગયા હતા. અમર સિંહ 1995મા મુલાયમ સિંહ યાદવના સંપર્કમાં આવ્યા હતા. થોડા સમયમાં જ બંને એક બીજાના ઘણા નજીક આવી ગયા હતા. અમર સિંહના બચ્ચન પરિવાર સાથે સાથે સંબંધ હતા. થોડા દિવસ પહેલા જ અમર સિંહે ટ્વીટર પર ટાઇગર જિંદા હૈ ટાઇટલ સાથે વીડિયો શેર કર્યો હતો.

પોતાની અંતિમ ટ્વીટમાં દિવંગત અમર સિંહે સ્વતંત્રતા સેનાની લોકમાન્ય તિલકને શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશ માટે તેમના ફાળાને યાદ કર્યો હતો. અમર સિંહના મૃત્યુના સમાચાર આવવાના લગભગ 2 કલાક પહેલા જ તેમના અકાઉન્ટથી લોકમાન્ય બાળગંગાધર તિલક વિશે ટ્વીટ કરવામાં આવી હતી.

દિવંગત સપાના પૂર્વ નેતા અમર સિંહે હાલમાં જ એક વીડિયો શેર કરીને જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ છોડવા અંગે નિવેદન પણ આપ્યું હતું. અમર સિંહે કહ્યું હતું કે, સિંધિયાએ પોતાના આત્મસન્માન માટે કોંગ્રેસ છોડીને પોતાના દાદી વિજયારાજે અને પિતા માધવરાવ સિંધિયાના માર્ગનું અનુસરણ કર્યું છે. આ પહેલા અમર સિંહે વીડિયો શેર કરી અમિતાભ બચ્ચનની માફી પણ માગી હતી.

ઉલ્લેખનીય છે કે, અમર સિંહને ક્યારેક સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતાઓમાંથી એક માનવામાં આવતા હતા, પરંતુ કેટલાક અરસપરસના મતભેદોના કારણે વર્ષ 2010માં તેમણે પોતાની પાર્ટી રાષ્ટ્રીય લોક મંચનું ગઠન કર્યું. ત્યારબાદ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 403 સીટોમાંથી 360 પર ઉમેદવારો ઉતાર્યા, પરંતુ તે એક પણ સીટ જીતવામાં નિષ્ફળ રહ્યા. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય લોકદળથી લોકસભાની પણ ચૂંટણી લડી હતી, અહીં પણ તેમને જીત મળી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp