મહારાષ્ટ્રએ કહ્યુ- રસીનો અભાવ, સ્વાસ્થ્યમંત્રી- નિષ્ફળતા છૂપાવવા અમારા પર આરોપ

PC: timesofindia.indiatimes.com

વેક્સીનના અભાવની ફરિયાદ કરનારી મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સરકારોને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આડે હાથ લીધા છે. સાથે જ વેક્સીનેશન કરવામાં નિષ્ફળ દેખાઈ રહેલી પંજાબ અને દિલ્હી સરકારને પણ આડે હાથ લીધી હતી. મહારાષ્ટ્ર સરકાર વારંવાર પોતાની ભૂલ રીપિટ કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે ભૂલો રીપિટ કરવાના કારણે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ થઈ છે, હવે ત્યાંની સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે અમારા પર આરોપ લગાવી રહી છે.

તેમણે કહ્યું કે જે પણ રાજ્ય વેક્સીનના અભાવની વાત કહી રહ્યું છે તેઓ રાજનૈતિક રૂપે લોકોને ડરાવવાનું કામ કરી રહ્યા છે. ડૉ. હર્ષ વર્ધને છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રીને પણ આડે હાથ લીધા. તેમણે કહ્યું કે છત્તીસગઢ સરકારે કોવેક્સીનને પોતાના રાજ્યમાં લગાવવાની ના પાડી દીધી હતી. તે સતત એવા નિવેદનો આપી રહી હતી, જેની ઈચ્છા વેક્સીનેશન બાબતે દૂષ્પ્રચાર અને ગભરાટ ફેલાવવાની છે. તેનાથી કોરોના વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ નબળી થઈ.

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારે માત્ર 86 ટકા હેલ્થ વર્કર્સને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપ્યો. દિલ્હીમાં 72 ટકા અને પંજાબમાં 64 ટકા સ્વાસ્થ્યકર્મીઓને વેક્સીન લગાવવામાં આવી છે. બીજી તરફ 10 અન્ય રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં 90 ટકાથી વધારે સ્વાસ્થ્યકર્મીઓને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે. આ રીતે ફ્રન્ટ લાઇન વર્કર્સને પણ વેક્સીન લગાવવામાં આ ત્રણ સરકાર નિષ્ફળ રહી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 73 ટકા, જ્યારે દિલ્હીમાં 71 ટકા અને પંજાબમાં 65 ટકા ફ્રન્ટ લાઇન વર્કર્સને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

આ આંકડા નેશનલ એવરેજથી પણ ઓછા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પંજાબ, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારને પત્ર લખીને વેક્સીનેશન વધારવાની વાત કહી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ ત્રણ રાજ્યોમાં નેશનલ એવરેજથી પણ ઓછી વેક્સીન લગાવવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કેન્દ્ર સરકાર તરફથી 1 કરોડ 6 લાખ 18 હજાર 190 વેક્સીનના ડોઝ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 90 લાખ 53 હજાર 523 વેક્સીનનો ઉપયોગ થયો છે. બાકી વેક્સીનના ડોઝ અત્યારે પણ બચેલા છે. એવામાં વેક્સીનના અભાવના આરોપ એકદમ પાયાવિહોણા છે. તમને જણાવી દઈએ કે બુધવારે ભારતમાં પહેલીવાર એક જ દિવસમાં 1 લાખ 26 હજાર 789 કેસ સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp