ગુજરાત ભાજપને વધુ એક ઝટકો, આ નગરપાલિકાના પ્રમુખ સહિત 23 સભ્યોના રાજીનામા

PC: abplive.com

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારનું રાજીનામુ પડતા વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના ધારાસભ્યએ પ્રજાના વિકાસના કામ નહીં થતા હોવાના આક્ષેપની સાથે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે કેતન ઈનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત 23 જેટલા સભ્યોએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે અને સાથે-સાથે 17 તાલુકા પંચાયતના સભ્યોએ પોતાના રાજીનામાં ધરી દીધા છે. એક સાથે આટલા સભ્યોના રાજીનામાં પડતા સાવલીમાં ક્યાંકને ક્યાંક ભાજપનો અસંતોષ દેખાઈ આવે છે.

તાલુકા પંચાયતના ઉપ પ્રમુખે જણાવ્યું હતુ કે, અમારા રાજીનામાં આપવા પાછળના કારણ ઘણા બધા છે. અમારા ધારાસભ્યની માંગણી અને લોક પ્રશ્નોને લઇને અમારું કોઈ સાંભળતું નથી. ધારાસભ્ય જેવા વ્યક્તિનું કોઈ ન સાંભળે તો અમારૂ કોણ સાંભળશે. અધિકારીઓનું અત્યારે રાજ ચાલે છે. ગાંધીનગરમાં અમારું સાંભળનાર કોઈ છે નહીં.

સાવલી નગરપાલિકાનું લાઈટ કનેક્શન કપાઈ ગયું છે, રોડ રસ્તાની ફરિયાદ છે, પાણીની ફરિયાદ છે, 34 મહી કાંઠાના ગામમાં પાણી નથી મળી રહ્યું. જે પેન્ડીંગ કામને લઇને અમારા ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામુ આપ્યું છે તો એમના સમર્થનની અંદર અમે ભાજપની બોડીના તાલુકા પંચાયતના 17 સભ્યોએ પ્રમુખને રાજીનામું આપ્યું છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, અમે ભાજપ પક્ષમાંથી રાજીનામું નથી આપતા અમે અમારા હોદ્દા પરથી રાજીનામું આપીએ છીએ. અમે ભાજપની સાથે છીએ અને કેતનભાઈની સાથે છીએ. પ્રદેશ પ્રમુખ અને કેતનભાઈ વચ્ચે વાત થશે અને જે નિરાકરણ આવશે તેમાં સંમત છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp