સંકટના સમયમાં દરજી બની ગયા BJP સાંસદ, લોકો કરી રહ્યા છે સલામ

PC: fbcdn.net

કોરોના વાયરસના કારણે ફેલાયેલી મહામારી સામે લડવા માટે સરકારની સાથે જ તમામ સામાજિક સંગઠનો અને જાણીતી હસ્તિઓ પણ કામ કરી રહી છે. દરેક વ્યક્તિ આ સંક્રમણને કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓ સામે લડવામાં પોતાનું યોગદાન આપી રહી છે. આ કડીમાં મધ્ય પ્રદેશના રીવાથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ જનાર્દન મિશ્રાના યોગદાનના સૌકોઈ વખાણ કરી રહ્યું છે.

વાત જાણે એમ છે કે, BJP સાંસદ જનાર્દન મિશ્રા કોરોનાથી બચાવ માટે પોતે જ માસ્કની સિલાઈ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ ગામમાં જરૂરિયાતમંદોને માસ્ક વહેંચવા પણ પોતે જ જાય છે.

આ ઉપરાંત, તેઓ કૌશલ વિકાસ કેન્દ્રો પર તમામ મહિલાઓ પાસે માસ્ક બનાવડાવી રહ્યા છે. માસ્ક માટે કપડું પણ તેઓ પોતે જ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અગાઉ PM નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતાના ક્ષેત્રમાં સરાહનીય કાર્ય કરવા માટે સાંસદ જનાર્દન મિશ્રાના વખાણ કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp