રોર્બટ વાડ્રાએ પ્રિયંકાને આપી આ એનિવર્સરી ગીફ્ટ

PC: facebook.com

લોકસભાની ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીની સક્રીય રાજનીતિમાં પ્રવેશના કારણે કોંગ્રેસમાં અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અનેરો જોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પોતાના સંસારથી થોડા સમય માટે દૂર રહીને પોતાની જવાબદારી નીભાવી રહી છે. પ્રિયંકા ગાંધી હાલ કોંગ્રેસના મહાસચિવ છે અને પૂર્વ યુ.પીના પ્રભારી છે. તેમને આ જવાબદારી સોંપતાની સાથે અમેરીકામાં તેમની દિકરીની ખરાબ તબિયતના હોવા છતા તેઓ ત્યાંથી કાર્યકર્તા અને નેતાઓને સૂચનો આપતા હતા. તેમનો આ જોમ કોંગ્રેસના કાર્યકર્તાને જીતની નજીક લઈ જાય છે. 

આજે લખનઉમાં પ્રિયંકા ગાંધીનો 15 કિમી લાંબો રોડ શો ચાલતો હતો ત્યારે તેમના પતિ રોબર્ટ વાડ્રાએ પ્રિયંકાને શુભકામનાઓ આપી હતી. રોબર્ટ વાડ્રાએ પોતાના ફેસબુક પેજ પર પ્રિયંકાને શુભકામના આપતા લખ્યું કે, હું હવે પ્રિયંકાને ભારતના લોકોને સોંપી દઉં છું. તેમને યુ.પી.માં કામ કરવા અને ભારતના લોકોની સેવા કરવાની તેમની નવી યાત્રા માટે હું શુભકામના આપું છું. તમે મારા સૌથી સારા મિત્ર છો, એક આદર્શ પત્ની છો અને આપણા બાળકો માટે એક સારી માતા પણ છો. અત્યારે રાજનીતિનો ખૂબ સંવેદનશીલ અને ભ્રષ્ટ માહોલ છે. પરંતુ હું જાણું છું કે, લોકોની સેવા કરવી એ તેનું કર્તવ્ય છે અને હવે હું તેને ભારતના લોકોને સોંપું છું, તેને સુરક્ષિત રાખજો.

આપને જણાવી દઇએ કે, રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીના લગ્ન 18 ફેબ્રુઆરી 1997ના રોજ થયા હતા. ત્યારે પતિ દ્વારા તેમના આ વખાણ અને સમર્પણ ભાવ તેમના દાંપત્ય જીવનના 22 વર્ષની ભેટ કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp