શું ભાભીજીના પાપડ ખાઈ આટલા લોકો કોરોનાથી સાજા થયા? સંસદમાં સંજય રાઉતનો ટોણો

PC: twimg.com

શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ગુરુવારે 17 સપ્ટેમ્બરના રોજ સદનના એ સભ્યોને વળતો જવાબ આપ્યો છે જેઓ મહારાષ્ટ્રમાં વધતા કોરોના મામલા પર શિવસેના સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યા હતા. કોરોના વાયરસ સંક્રમણ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનના નિવેદન પર સંસદમાં ચર્ચા દરમિયાન રાઉતે વળતો જવાબ આપતા કહ્યું કે, હું સભ્યોને પૂછવા માગુ છું કે આટલા લોકો કઇ રીતે સાજા થયા? શું બધાં લોકો ભાભાજીના પાપડ ખાઇને સાજા થઇ ગયા? આ એક રાજકીય લડાઇ નથી પણ લોકોના જીવન બચાવવાની લડાઇ છે.

સંજય રાઉતે કહ્યું કે, મારી માતા અને મારો ભાઈ કોરોના વાયરસથી સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં પણ ઘણાં લોકો સાજા થઇ રહ્યા છે. આજે ધારાવીમાં સ્થિતિ નિયંત્રણમાં છે. WHOએ BMCના પ્રયાસોની પ્રશંસા કરી છે. હું આ તથ્યોને જણાવવામાં માગુ છું કારણ કે અહીં અમુક સભ્યો મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી રહ્યા હતા.

સંજય રાઉત અહીં જ ન થોભ્યા. તેમણે દેશની વણસી રહેલી આર્થિક સ્થિતિ પર પણ વ્યંગ કર્યો છે. રાઉતે સરકારને માગ કરી છે કે તેઓ લાભકારી અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી મહત્વપૂર્ણ જવાહરલાલ નેહરૂ પોર્ટ ટ્રસ્ટનું ખાનગીકરણ કરે નહીં. તેમણે કહ્યું કે નોટબંધી અને કોરોના મહામારીને લીધે દેશની આર્થિક સ્થિતિ ખરાબ રીતે ધ્વસ્ત થઇ છે. આપણી જીડીપી અને કેન્દ્રીય બેંકની સ્થિતિ પણ ખરાબ થઇ ગઇ છે.

સંજય રાઉતે કહ્યું કે, દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ગંભીર છે. હવે સ્થિતિ એવી છે કે આપણી જીડીપી અને આપણી કેન્દ્રીય રિર્ઝવ બેંક પણ કંગાળ થઇ ગઇ છે. એવામાં સરકાર એયર ઈન્ડિયા, રેલવે, LIC અને ઘણાં બજારોને વેચવા માટે ખૂબ મોટું સેલ લઈને આવી છે. હવે આ સેલમાં જવાહરલાલ નેહરૂ પોર્ટ ટ્રસ્ટને પણ સામેલ કરી દેવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, પોર્ટ ટ્રસ્ટના ખાનગીકરણનો અર્થ છે 7000 એકર જમીનને ખાનગી હાથોમાં સોંપી દેવી. જેનાથી બેરોજગારી પણ વધશે કારણ કે ખાનગીકરણ થવાથી સૌથી પહેલા કારીગરોને છૂટા કરવામાં આવશે. આ એક અગત્યનો પોર્ટ છે અને રાષ્ટ્રીય સુરક્ષાના હિસાબે પણ ખાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp