શશીકલાના પતિ નટરાજન મરુથપ્પાનું 76 વર્ષની વયે નિધન

PC: andhrawishesh.com

તમિલાનડુમાં સત્તાધારી AIDMKમાંથી કાઢી મૂકવામાં આવેલા નેતા વીકે શશીકલાના પતિ નટરાજન મરુથપ્પાનું સોમવારે રાતે ચેન્નાઈમાં નિધન થયું છે. નટરાજન 76 વર્ષના હતા. ગંભીર બીમારીને લીધે તેમના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ચેન્નાઈની ગ્લેનેગલ્સ ગ્લોબલ હોસ્પિટલમાં રાતે 1.35 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું.

હોસ્પિટલના ચીફ ઓપરેશન ઓફિસરે કહ્યું હતું કે છાતીમાં ઈન્ફેક્શનની સમસ્યાને લીધે નટરાજનને પાંચ દિવસ પહેલા જ દાખલ કરવામાં આવ્યા હતા પરંતે છેલ્લા બે દિવસથી તેમની નાજુક હતી. તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

ડૉક્ટરોએ કહ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં નટરાજનનું લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. હાલમાં શશીકલા બંગ્લોરના સેન્ટ્રલ જેલમાં ચાર વર્ષની સજા કાપી રહી છે. હાલમાં જ તેણે પતિના મૃત્યુને લઈને પેરોલની માગણી કરી હતી અને કોર્ટે તેને 15 દિવસના પેરોલની માગંણીને સ્વીકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp