પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક, સેલ્ફી લેવા ઘરમાં જબરદસ્તી ઘૂસ્યા લોકો

PC: ndtvimg.com

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. રિપોર્ટ પરથી મળતી માહિતી અનુસાર, આ ઘટના એક અઠવાડિયા પહેલાની છે. કેટલાક લોકો પરવાનગી લીધા વિના પ્રિયંકા ગાંધીના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમણે પ્રિયંકા સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ મામલામાં તપાસ માટે CRPFને ફરિયાદ કરવામાં આવી છે. પ્રિયંકાની સુરક્ષા ટીમને પણ બદલી નાંખવામાં આવી છે.

દિલ્હી પોલીસના એડિશનલ એસપી દીપક યાદવે કહ્યું હતું કે, લોકલ પોલીસ સ્ટેશનમાં પ્રિયંકા ગાંધીના ઘરમાં કોઈ અજ્ઞાત વાહનના પ્રવેશ કરવા સંબંધી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

રિપોર્ટ પરથી મળતી માહિતી અનુસાર, લોધી એસ્ટેટ સ્થિત પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરમાં 25 નવેમ્બરે એક કારે પ્રવેશ કર્યો હતો. તેને સુરક્ષામાં મોટી લાપરવાહી તરીકે જોવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય દ્વારા પ્રિયંકાની સુરક્ષામાં તહેનાત SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)ને હટાવી લેવામાં આવ્યા હતા. હાલ, ગાંધી પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. CRPFના જવાન ગાંધી પરિવારની સુરક્ષામાં તહેનાત છે.

"Its not about the security for Priyanka, my daughter and son or me or the Gandhi family.. It's about keeping our...

Posted by Robert Vadra on Monday, 2 December 2019

SPG સુરક્ષા હટાવ્યા બાદ પહેલીવાર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના આવાસ પર સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. તેને લઈને તેના પતિ અને વ્યવસાયી રોબર્ટ વાડ્રાનું કહેવું છે કે, આખા દેશમાં સુરક્ષાની સાથે બાંધછોડ કરવામાં આવી રહી છે. તેમણે લખ્યું, આ પ્રિયંકા, મારી દીકરી અને દિકરો, મારા અથવા ગાંધી પરિવારની સુરક્ષા વિશે નથી. આ આપણા નાગરિકો, વિશેષરીતે આપણા દેશની મહિલાઓને સુરક્ષિત રાખવા અને સુરક્ષિત મહેસૂસ કરાવવાને લઈને છે. આખા દેશમાં સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp