Video: પ્રિયંકા ગાંધીએ ગાડી રોકીને ઇજાગ્રસ્ત છોકરીની કરી મદદ, આપ્યો મોબાઈલ નંબર

PC: twitter.com/INCUttarPradesh

લખનૌથી આગ્રા જતી વખતે પ્રિયંકા ગાંધી વાડ્રા એક ઇજાગ્રસ્ત છોકરીને મળ્યા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ગાંધી એક ઇજાગ્રસ્ત છોકરીની મદદ કરતા નજરે પડી રહ્યા છે. આગ્રા પોલીસ કસ્ટડીમાં થયેલાં અરુણ વાલ્મીકિના મોત બાદ . પ્રિયંકા ગાંધી તેના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા. એ દરમિયાન 1090 ચોક પર એક છોકરીનો અકસ્માત થઈ ગયો. પ્રિયંકા ગાંધીને આ બાબતે જેવી જ ખબર પડી તેમણે તાત્કાલિક પોતાની ગાડી રોકી દીધી.

ગાડીમાંથી ઉતરીને પ્રિયંકા ગાંધીએ ઇજાગ્રસ્ત છોકરીના હાલચાલ પૂછ્યા અને પછી તાત્કાલિક પોતાની ગાડીમાંથી ફર્સ્ટ એડ કિટ કાઢીને છોકરીના ઘા સાફ કરીને તેના પર પાટો બાંધ્યો. એટલું જ નહીં પ્રિયંકા ગાંધીએ જતી વખતે પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો. સાથે સાથે જ છોકરીને ઉચિત સારવાર માટે હૉસ્પિટલ મોકલાવી. વાલ્મીકિ જયંતીના અવસર પર પ્રિયંકા ગાંધી અરુણ વાલ્મીકિના પરિવારને મળવા આગ્રા જવા માગતા હતા પરંતુ તેમને આગ્રા ટોલ પર જ રોકી લેવામાં આવ્યા હતા.

આરોપ છે કે પોલીસ કસ્ટડીમાં સફાઇ કર્મચારીનું મોત થયું હતું. આ બાબતે આગ્રાના SSPએ 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે જેમાં એક ઇન્સ્પેક્ટર પણ સામેલ છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ પણ કરી. તેમાં તેમણે લખ્યું કે અરુણ વાલ્મીકિનું મોત પોલીસ કસ્ટડીમાં થયું. તેનો પરિવાર ન્યાય માગી રહ્યો છે. હું પરિવારને મળવા જવા માગું છું. ઉત્તર પ્રદેશ સરકારને કઈ વાતનો ડર છે? કેમ મને રોકવામાં આવી રહી છે. આજે ભગવાન વાલ્મીકિ જયંતી છે, વડાપ્રધાને મહાત્મા બુદ્ધ પર મોટી વાત કરી, પરંતુ તેમના સંદેશાઓ પર હુમલા કરી રહ્યા છે. જોકે પછી પોલીસે પ્રિયંકાએ આગ્રા જવાની મંજૂરી આપી દીધી હતી.

આગ્રા જગદીશપુર પોલીસ સ્ટેશનના માલખાનામાંથી 25 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા એટલે પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર આવનારા લોકોની પોલીસ પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસે સફાઇકર્મી અરુણ વાલ્મીકિને પણ કસ્ટડીમાં લીધો હતો. પોલીસનું કહેવું છે કે તેણે રૂપિયા લેવાની વાત સ્વીકારી હતી અને તેની પાસેથી 15 લાખ રૂપિયા રિકવર પણ કરવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન જ તેની તબિયત બગડી ગઈ અને હૉસ્પિટલમાં પહોંચવા પર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. પીડિતની માતાનું કહેવું છે કે પોલીસ કસ્ટડીમાં માર માર્યા બાદ તેના પુત્રનું મોત થઈ ગયું. પ્રિયંકા ગાંધી મૃતક અરુણ વાલ્મીકિના પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp