રંગ બદલતાં શંકરસિંહે રાજીનામું આપ્યું, કલંકીત છઠ્ઠા અધ્યાયનો આવ્યો અંત

PC: khabarchhe.com

શંકરસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી આજે રાજીનામુ આપી દીધું છે. તેમણે ગાંધીનગર ટાઉન હોલની સભામાં જાહેર કર્યું હતું કે, તેઓ 15મી ઓગષ્ટ પહેલાં MLA તરીકે રાજીનામું આપશે. તેના બદલે 16 ઓગસ્ટે રાજીનામું આપ્યું છે. ટાઉન હોલમાં ટેકેદારોના બોલાવેલા સંમેલનમાં તેઓ ટેકેદારોને પૂછીને રાજકીય નિર્ણય લેવાના હતાં પણ તેમણે ટેકેદારોને પુછ્યા વગર કોંગ્રેસ પક્ષ છોડવાની જાહેરાત કરી દીધી હતી. એટલું જ નહીં પણ કોઈ રાજકીય પક્ષમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી. તેમ છતાં શંકરસિંહે રાજ્યસભામાં ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી મત આપ્યો હતો. વળી તેમણે એવું પણ વચન આપ્યું હતું કે રાજ્યસભાનીં ચૂંટણીમાં અહેમદ પટેલને મત આપશે. પરંતું મતદાન કરીને બહાર નિકળીને મીડિયામાં ઓન કેમેરા આ વચન ફોક કરીને કહ્યું હતું કે તેમણે કોંગ્રેસને મત આપ્યો નથી.

શંકરસિંહ વાઘેલા રાજીનામું આપવા ગયા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યાં હતાં. તેઓ કપડવંજ વિધાનસભા વિસ્તારમાંથીં ચૂંટણી લડીને ભાજપના બાગી પૂર્વ ધારાસભ્ય બિમલ શાહની મદદથી ચૂંટાયા હતા.

આમ શંકરસિંહના રાજકારણનો છઠ્ઠો અધ્યાય કાચીંડાની જેમ રંગબદલતો રહ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં તેમનું નામ હંમેશને માટે કલંકિત રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp