સિદ્ધુએ કેમ કહ્યું ભારતને કોહિનૂર મળી ગયો?

PC: twitter.com/Navjot Singh Sidhu

લોકસભાના ઇલેક્શનનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલુ થઇ ગયો છે. દરેક જગ્યાએ દરેક પક્ષો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા છે. સોમવારના રોજ લખનૌમાં પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે 15 કિમી લાંબો રોડ શો કરીને પાવર ઓફ પ્રિયંકા શો કરી દીધો હતો.

ભારતની લોકશાહીની બે મોટી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ હાલ લોકસભાની જોરશોરથી તૈયારીઓ કરવા લાગ્યા છે. દરેક જગ્યાએ સભાઓ, મીટિંગ યોજાઇ રહી છે ત્યારે લખનૌ મેગા રોડશો પહેલા કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિધ્ધુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળવા ગયા હતા. ત્યારે સોમવારે મેગા રોડ શો મુદ્દે નવજોત સિંહે ટ્વીટ કર્યુ હતું, જેમાં તેમણે લખ્યું હતું કે પહેલા બોલથી અમે અડધું યુદ્ધ જીતી ગયા છીએ. પહેલી ઇનિંગ્સ, પહેલો બોલ અને આ સિક્સ મારી. શુભ શરૂઆત, અડધું પૂરું થઈ ગયું છે. આ ટ્વીટ તેમણે પ્રિયંકા ગાંધીને સંબોધી હતી.

 

તેટલુ જ નહીં તેમણે પ્રિયંકા ગાંધીને કોહીનૂર કહ્યા હતા. તેમણે પોતાના ટ્વીટર પર પ્રિયંકા ગાંધીને સંબોધતા લખ્યું હતુ કે હીરા હૈ સદા કે લીયે, એટલે લખનૌ કોહીનૂર (પ્રિયંકા ગાંધી)ને આવકારે છે.

નવજોત સિંહ સિધ્ધુ, ક્રિકેટરની સાથે સાથે સારા કવિ પણ છે. તેઓની કવિતાઓ શોર્ટ અને સ્વીટ હોય છે. ત્યારે તેઓના આ ટ્વીટના લીધે ઘણાએ કટાક્ષ કર્યો છે, તો કોઇએ તેમના વખાણ પણ કર્યા છે. પણ એક વાત તો છે કે જો પ્રિયંકા કોહીનૂર હોય તો હવે તો ભારતને પોતાનો કોહીનૂર મળી ગયો છે તેવું નવજોત સિંહ સિધ્ધુ માને છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp