જનતા પાસે નિયમોનું પાલન કરાવતી સરકારના અધિકારીઓ જ નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન

PC: youtube.com

સરકાર દ્વારા જનતાની પહેલા સરકારી અધિકારીઓ કે સરકારી કર્મચારીઓને ટ્રાફિક નિયમનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. છતાં પણ સરકારી કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમનું પાલન કરવામાં આવતું નથી. સરકાર એક તરફ જનતાએ ટ્રાફિકના નિયમનું પાલન કરવાનું કહે છે અને જે જગ્યા પરથી સરકાર આ આદેશો આપે છે, તે જગ્યા પર જ ટ્રાફિકના નિયમનું પાલન કરવામાં આવતું નથી. મોટાભાગમાં સરકારી અધિકારીઓના ડ્રાઈવર બેફામ રીતે ટ્રાફિકના નવા નિયમનો ભંગ કરી રહ્યા છે. સચિવ અને અગ્રસચિવો પણ તેમના ડ્રાઈવરોને કાર ચલાવતા સમયે સીટ-બેલ્ટ બાંધવા નથી કહી રહ્યા.

એક રિપોર્ટ અનુસાર, સમગ્ર રાજ્યનો વહીવટ જે જગ્યા પરથી ચાલી રહ્યો છે, તે પાટનગરમાં દર બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સચિવો અને અગ્રસચિવોની એક બેઠક કરવામાં આવે છે. આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન પ્રવૃત્તિ બાબતે ચર્ચા કરવામાં આવે છે. આજની આ બેઠક નવા ટ્રાફિક નિયમની અમલવારી પછીની પહેલી બેઠક હતી.

આ બેઠકમાં સચિવો અને અગ્રસચિવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. પણ મહત્ત્વની વાત એ છે કે, જ્યારે આ સચિવો અને અગ્રસચિવો બેઠકમાં હાજરી આપવા માટે સચિવાલય આવ્યા હતા, ત્યારે મોટાભાગના સચિવો અને અગ્રસચિવોના ડ્રાઈવર જ સીટ-બેલ્ટ બાંધ્યા વગર કાર ચલાવીને ટ્રાફિકના નિયમનો ભંગ કરતા જોવા મળ્યા હતા.

ગૃહ અધિક સચિવ સંગીતા સિંહના ડ્રાઈવર, ગ્રુક સચિવ બ્રિજેશ ઝાના ડ્રાઈવર અને  હેલ્થ સેક્રેટરી જયંતી રવિના ડ્રાઈવરનો સમાવેશ પણ સચિવાલયમાં ટ્રાફિક નિયમ ભંગ કરવામાં થાય છે. આ ઉપરાંત અત્યંત મહત્ત્વના ખાતાઓ ધરાવતા અધિકારીઓ અને સચિવો પણ તેમના ડ્રાઈવર પાસે ટ્રાફિક નિયમનું પાલન નથી કરાવી શકતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp