ખેડૂતોનું આંદોલન વચેટિયા ચલાવી રહ્યા છે, ભાજપના સિનિયર નેતા શાંતાકુમારનું નિવેદન

PC: navbharattimes.indiatimes.com

હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા શાંતા કુમારે ખેડુતોના આદોલન બાબતે કહ્યું હતુ કે પંજાબ અને હરિયાણામાં ખેડુતોની એક લોબી કામ કરે છે. મોટા ખેડુતો અને વચેટિયાઓ એક જ છે. શાંતા કુમારનું કહેવું છે કે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે તે વચેટિયાઓ જ ચલાવે છે. તેમણે કહ્યું કે સરકારની માત્ર એટલી ભૂલ રહી ગઇ કે કૃષિ કાયદા-2020ની વાત સામાન્ય ખેડુતો સુધી પહોંચાડી શક્યા નહીં.

ભાજપના સિનિયર નેતા શાંતા કુમારે સવાલ ઉઠાવ્યો હતો કે જો બધા જ ખેડુતો નવા કાયદાની વિરુધ્ધમાં છે તો આંદોલન માત્ર પંજાબ- હરિયાણા અને થોડા ઘણે અંશે ઉત્તર પ્રદેશમાં જ કેમ ચાલી રહ્યું છે.?. શાંતા કુમારના આગેવાનીમાં 2014માં મોદી સરકારે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના રિસ્ટ્રકચરીગં અને કૃષિ સુધાર પર સુચનો આપવા માટે એક કમિટી બનાવી હતી. કમિટિએ 2015માં રિપોર્ટ સુપરત કર્યો હતો. કમિટીની ભલામણોને આધારે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ અને ફસલ વીમા યોજના લોંચ કરી હતી.

મીડિયા સાથે વાત કરતી વખતે ભાજપના સિનિયર નેતા શાંતા કુમારે કહ્યું હતું કે આ દુર્ભાગ્યની વાત છે કે સરકારે સમજી વિચારીને અને કેટલીયે સલાહ મેળવ્યા બાદ કૃષિ કાયદો બનાવ્યો છે, પણ કેટલાંક પ્રદેશના ખેડુતો એને સમજી શક્યા નહી. તેમણે કહ્યું કે હરિયાણા અને પંજાબમાં સૌથી વધુ અનાજની આવક થાય છે અને અહીં સૌથી વધારે વચેટિયાઓ કામ કરે છે. એમનું કમિશન કરોડો રૂપિયામાં બનતું હોય છે અને કમિશનનો મોટો હિસ્સો પંજાબની રાજનીતિમાં જાય છે. આ જ પ્રદેશોમાં આદોંલન થવાનું કારણ વચેટિયાઓ છે.

ભાજપ નેતાએ વધુમાં કહ્યું કે પંજાબમાં ખેડુતોને 6 હજાર કરોડ રૂપિયાની ખાતર સબસિડી આપવામાં આવે છે. શાંતા કુમારે કહ્યું કે જયારે હું પંજાબનો પ્રભારી હતો ત્યારે અકાલી નેતા પ્રકાશ સિંહ બાદલ બધા ખેડુતોને સબસિડી નહીં આપવાની મારી વાત સાથે સંમત હતા. કેટલાંક ખેડુતો લખપતિ અને કરોડપતિ છે. બાદલ એ વાત  સંમત થયા હતા કે સબસિડીને  અડધી કરી નાંખીએ ધનવાનોને બદલે ગરીબોને જ સબસિડી મળે. જો કે અમે એવું કરી શકયા નહી , કારણ કે પંજાબમાં ખેડુતોની એક લોબી છે  છે જેમાં મોટા ખેડુતો અને વચેટિયાઓ એક જ છે.

મિનિમમ સપોર્ટ પ્રાઇસ ( એમએસપી)ના સવાલ પર શાંતા કુમારે કહ્યું હતું કે જયારે સરકારે આશ્વાસન આપ્યું જ છે કે એમએસપી ખતમ નહીં થાય તો પછી આટલો વિરોધ કેમ?. તેમણે કહ્યું કે આમ પણ ભારતમાં માત્ર 6 ટકા એવા ખેડુતો છે જે એમએસપીનો ફાયદો લે છે. 100માંથી 94 ખેડુત તો પોતાનું અનાજ સરકારને વેચતા નથી તો એમને તો એમએસપી સાથે કોઇ લેવા-દેવા જ નથી. ખેડુતોને આઝાદી છે કે તેમનું અનાજ જયાં વેચવા માંગતા હોય ત્યાં વેચી શકે છે. તો ખેડુતને જયાં સારો ભાવ મળશે ત્યાં જ વેચશે ને.

શાંતા કુમારે કહ્યું કે આ દેશમાં વ્યકિતગત હીત ધરાવનારા લોકો એટલા શકિતશાલી છે કે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. તેમણે કહ્યું કે સરકાર અને ખેડુતોએ ભેગા થઇને સંવાદ કરવો જોઇએ, ખેડુત નેતાઓ પણ ખેડુતનું ભલું ઇચ્છે અને તેમને સમજાવે.કદાચ અમારા સમજાવવામાં ખામી છે અથવા તેઓ સમજવા નથી માંગતા, અથવા ગુમરાહ કરવા વાળા કદાચ અમારા કરતા વધારે શકિતશાળી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp