ઉદ્ધવ ઠાકરેએ જેને દૂત બનાવીને મોકલ્યા, તે પણ શિંદે પાસે ગુવાહાટી રવાના થઈ ગયા

PC: indiatv.in

મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોનું ખનન હજુ પણ ચાલુ જ છે. પોતાની સરકાર બચાવવા માટે સંઘર્ષ કરી રહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો સાથે વાતચીત કરવા માટે બે સહિયોગીઓ મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટકને સુરત મોકલ્યા હતાં. તેમાંથી એક ધારાસભ્ય હવે એકનાથ શિંદે સાથે મળી ગયા છે. જે રવિન્દ્ર ફાટકને ઉદ્ધવ ઠાકરેએ દૂત બનાવીને મોકલ્યા તે પણ શિંદે કેમ્પમાં સામેલ થઇ ગયા. રવિન્દ્ર ફાટક સાથે વધુ 2 ધારાસભ્યો સંજય રાઠોડ અને દાદાજી ભૂસે પણ ગુવાહાટી રવાના થઇ ગયા છે.

રવિન્દ્ર ફાટકને જ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને મનાવવા માટે સુરત મોકલ્યા હતાં અને ફાટકે જ ઉદ્ધવની વાત શિંદે સાથે કરાવી હતી. રવિન્દ્ર ફાટક ઠાણેના જ રહેવાસી છે અને એકનાથ શિંદેના પાડોસી પણ છે. તેઓ એકનાથ શિંદેને સમજાવવા ગયા હતા પણ એકનાથ શિંદેએ તેમને જ પોતાની તરફ લઇ લીધા. મહારાષ્ટ્રની ઉથલપાથલ દરમિયાન શિવસેનાના ત્રણ વધુ બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી રવાના થઇ રહ્યા છે.

આ દરમિયાન એકનાથ શિંદેના એક ફોટો ફ્રેમે ઉદ્ધવ ઠાકરેને સરેન્ડર માટે મજબૂર કરી દીધા છે. ગુવાહાટીની હોટેલમાંથી આવેલા આ ફોટોમાં 42 ધારાસભ્યો એક સાથે બેઠા છે. શિંદેના આ શક્તિ પ્રદર્શનની આગળ ઉદ્ધવ ઠાકરેએ આજે આત્મસમર્પણ કર્યુ છે. સંજય રાઉત જે કાલ સુધી ધમકી આપી રહ્યાં હતાં તે હવે ધારાસભ્યોને મનાવવા માટે મહાવિકાસ અઘાડી છોડવા માટે પણ ઓફર આપી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની ચિંતા ફક્ત એટલી નથી કે, ખુરશી ગુમાવવી પડશે તેમને બીજો ડર એ પણ છે કે જે રીતે બંગલો ગયો, તે રીતે એકનાથ શિંદે પાર્ટીનો સિમ્બોલ તીર-કમાન પણ છીનવી ના લે. હાલ તો ફક્ત ધારાસભ્યો જ પાર્ટી છોડીને ગયા છે અને પાર્ટીના સાંસદો પણ એક્ઝીટ મોડમાં છે. પોતાના રાજકીય કરિયરમાં આ ઉદ્ધવ ઠાકરે માટે સૌથી મોટું સંકટ છે.

રાજકીય હલચલ દરમિયાન શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં બળવાના કારણો પર પ્રકાશ નાંખ્યો છે. પત્રની ભાષાથી લાગી રહ્યું છે કે, શિવસેનામાં બગાવતનું સૌથી મોટું કારણ ઉદ્ધવ ઠાકરેનું પોતાના ધારાસભ્યો માટે ઉપલબ્ધ ન રહેવું અને પવારના નિર્દેશો પર કામ કરવાનું છે.

શિરસાટે પત્રમાં લખ્યું છે કે, વર્ષા બંગલાને ખાલી કરતા વખતે સામાન્ય લોકોની ભીડ જોઇને તેમને ખુશી થઇ છે, પણ પાછલા અઢી વર્ષોથી આ બંગલાના દરવાજા બંધ હતા. તેમણે લખ્યું કે, અમને તમારી આસપાસ રહેનારા અને સીધા જનતા દ્વારા ચૂંટાઇને આવેલા વિધાન પરિષદ અને રાજ્યસભાથી આવનારા લોકોએ તમારા બંગલામાં આવવા માટે મથામણ કરવી પડતી હતી. આવા સ્વઘોષિત ચાણક્યના કારણે રાજ્યસભા અને વિધાન પરિષદ ચૂટણીમાં શું થયું એ તો સૌકોઇ જાણે જ છે. અમે પાર્ટીના ધારાસભ્યો હતાં, પણ ધારાસભ્યો હોવા છતાં પણ અમને બંગલામાં સીધી રીતે પ્રવેશ મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp