ઉમા ભારતીએ કહ્યુ-રાહુલની જલનના લીધે થઇ રહ્યો છે કોંગ્રેસનો નાશ, તેમને ડર છે કે..

PC: dnaindia.com

રાજસ્થાનમાં સચિન પાયલટ વિરુદ્ધ અશોક ગેહલોત મામલાને લઇ ભાજપા નેતા ઉમા ભારતીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ઉમા ભારતીએ રાહુલ ગાંધીની ઇર્ષ્યાને કોંગ્રેસના પતનનું કારણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશ સરકાર હોય કે રાજસ્થાન સરકાર, બંને પડવા પાછળનું મોટું કારણ છે રાહુલ ગાંધીની ઇર્ષ્યા. ઉમા ભારતી અનુસાર, રાહુલ ગાંધીને યુવા નેતાઓની ઈર્ષ્યા થાય છે. તેઓ સચિન પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાથી ખૂબ જલતા હતા. તેમને લાગતું હતું કે જો તેમને જરા પણ આગળ વધવાની તક મળી તો રાહુલ ગાંધીને કોઇ પૂછશે નહીં.

ઉમા ભારતીએ કહ્યું કે, કોંગ્રેસનો જે નાશ થયો છે તે રાહુલ ગાંધીની ઈર્ષ્યાને કારણે જ થયો છે. રાહુલ ગાંધીને ડર હતો કે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ કોંગ્રેસના યુવા પેઢીના નેતા ન બની જાય. તેમણે કહ્યું કે, સચિન પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા બંને યોગ્ય છે અને મારા ભત્રીજા સમાન છે. જો સચીન ભાજપામાં જોડાઇ છે તો મને ખૂબ ખુશી થશે.

ઉલ્લેખનીય છે કે, સચિન પાયલટ પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા થોડા મહિના પહેલા કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. તેઓ લાંબા સમયથી કોંગ્રેસથી જોડાયેલા હચા અને રાહુલ ગાંધીની યુવા ટીમના સભ્ય ગણાતા હતા. સચિન પાયલટને પણ તે જ ટીમના સભ્ય ગણવામાં આવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ ઘણાં મોટા અવસરો પર રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં 18 મહિના જૂની કોંગ્રેસની અશોક ગેહલોત સરકાર પર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે. રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટે મુખ્યમંત્રી સામે બળવો કરી દીધો છે. તેઓ સોમવારની ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થયા નથી. કોંગ્રેસનો દાવો છે કે તેમની પાસે 109 ધારાસભ્યોનું સમર્થન છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાનો દાવો છે કે, પાર્ટી સચિન પાયલટના સંપર્કમાં છે અને તેમને મનાવવાની કોશિશ કરી રહી છે. તેમની સાથે 48 કલાકમાં ઘણીવાર વાત કરવામાં આવી છે.

તેમણે કહ્યું છે કે, જો કોઇપણ રીતની સમસ્યા છે તો પરિવાર સાથે વાત કરો. વાત કરવામાં ખુલા મનથી દરવાજા ખુલ્યા છે. આ રીતે પરિવારથી અલગ થઇને પાર્ટીને નુકસાન પહોંચશે. સુરજેવાલાએ દાવો કર્યો છે કે ગેહલોત સરકાર રાજ્યમાં પોતાનો કાર્યકાળ પૂરો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp