વા ફરે, વંટોળ ફરે પણ વિજય સુવાળા બોલ્યો કદી ન ફરે..આવું કહી ફરી ગયા, જુઓ વીડિયો

PC: facebook.com/vijaysuvadaofficial20

આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ વિજય સુવાળાએ 17 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભાજપના ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જોડતા સમયે સુવાળાએ દાવો કર્યો હતો કે, પાટીલ તેને દીકરો માને છે અને સુવાળાએ એવું પણ કહ્યું હતું કે, તેમની એક પેઢી નહીં પણ ત્રણ પેઢી ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલી છે. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સુવાળાએ એક વાત કરી હતી કે, વા ફરેશે, વંટોળ ફરશે પણ વિજય સુવાળા બોલ્યો કદી નહીં ફરે. ત્યારે આ વાતને લઇને હવે લોકો સુવાળાને ટ્રોલ કરી રહ્યા છે.

જ્યારે વિજય સુવાળા આમ આદમી પાર્ટીની સાથે જોડાયેલા હતા ત્યારે તેમને એક સભામાં લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું ભૂવાજી છું. મોગલ માતાજી અને વિહત માતાજીની સાક્ષીએ તમારા માટે હાથમાં તાળી આપી છે માતાજીને, તેમનાથી મોટી વસ્તુ મારા જીવનમાં કઈ નથી. મારા માટે રાજકારણ મહત્ત્વનું નથી, મારા માટે કોઈ પદ મહત્ત્વનું નથી. મારા માટે મારા માવતર, માં-બાપ અને મારી માતા મહત્ત્વની છે. હું માતાની સાક્ષીમાં કહું છું કે 2022ના અંતમાં કે શરૂઆતમાં અમારી સરકાર આવશે તો ગુજરાત ખાતે તો અત્યારે ઈશુદાન ગઢવી હાજર છે તેમની સાક્ષીમાં કહું છું કે, વા ફરશે, વંટોળ ફરશે પણ વિજય સુવાળા બોલ્યો કદી નહીં ફરે તે તમારે લખી નાંખવાનું.

એક સમયે આમ આદમી પાર્ટીની મોટી-મોટી સભાઓમાં ભાજપની ટીકા કરનાર વિજય સુવાળા હવે ભાજપમાં જઈને ભાજપના વખાણ કરી રહ્યો છે. વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીનો ખેસ ઉતારીને ભાજપનો ખેસ પહેર્યાના ગણતરીના કલાકોમાં જ આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ પણ સેવાના કામમાં સમય આપી ન શકતા હોવાનું કારણ ધરીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.

એક ઈન્ટરવ્યુંમાં વિજય સુવાળાએ પણ પાર્ટી છોડવાનું કારણે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પાર્ટીને સમય ન આપી શકવાનું જણાવ્યું હતું. ત્યારે મહેશ સવાણીએ પણ પાર્ટીના કારણે સેવા કાર્યોમાં સમય ન આપી શકવાનું અને તબિયત નાદુરસ્ત રહેતી હોવાનું કારણ આપ્યું છે. તો બે નેતાના રાજીનામાં બાદ ઈશુદાન ગઢવીએ એક ટવીટ કરીને લખ્યું હતું કે, હું AAPમાં નથી પણ AAP મારામાં છે. ટાઈગર અભી જિંદા હૈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp