જસદણના જંગમાં કોણ નાચ્યું, જુઓ વીડિયો

જસદણની પેટા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે બંને પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક બાજુ કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયા છકડામાં બેસીને પ્રચાર કરી રહ્યાં છે તો બીજી બાજુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બનનારા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા શનિવારે જસદણમાં ડી.જે.ના સંગે પ્રચાર અર્થે નિકળ્યા હતા. ત્યારે બાવળિયા લોક સંપર્ક દરમિયાન રીતસર ડાન્સ કર્યો હતો. બાવળિયાની સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી સહિતના નેતાઓ પણ ડાન્સ કરતા નજરે પડ્યા હતા.

જસદણ બેઠક પર હજુ તો મતદાન પણ નથી થયું. તે પહેલાં જ જાણે ભાજપનો વિજય થયો હોય તેમ કુંવરજી બાવળીયા ઉંચા હાથ કરી ડી.જે.ના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ બેઠકને કબ્જે કરવા માટે બંને પક્ષના નેતાઓ રાત-દિવસ પ્રચારમાં લાગી પડ્યા છે. ત્યારે બાવળિયાએ એડવાન્સ જીતની ખુશી મનાવતા રાજકારણ ગરમાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp