કોરોના માટે 15000 કરોડનો શું મતલબ, 5 લાખ કરોડ જોઈએઃ ચિદમ્બરમ

PC: indianexpress.com

કોરોના વાયરસના વધતા જોખમને જોતા સમગ્ર દેશ મંગળવાર રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ માટે લોકડાઉન રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં કાલે 21 દિવસો માટે લોકડાઉનની જાહેરાત કરી છે. PM મોદીના આ નિર્ણય પર પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું છે કે, PMના ભાષણથી તેમને રાહત પણ મળી, પરંતુ નિરાશા પણ થઈ છે. ચિદમ્બરમે 21 દિવસના દેશ વ્યાપી લોકડાઉનનું સમર્થન કરતા કહ્યું છે કે, જે તેનું મજાક ઉડાવી રહ્યા છે, તે 21 દિવસો સુધી ચુપ રહીને દેશનું ભલું કરી શકે છે.

પરંતુ સાથે જ તેમણે પૂછ્યું છે કે, આખરે ગરીબો માટે જરૂરિયાતનો સામાન કઈ રીતે આવશે અને કોઈપણ નાણાકીય પેકેજને અંતિમરૂપ આપવમાં અને તેની જાહેરાત કરવામાં આટલો સમય શા માટે લાગી રહ્યો છે?

પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે, આવનારા 21 દિવસો માટે ગરીબોને કેશ રૂપિયા કોણ આપશે? નાણાકીય પેકેજને અંતિમરૂપ આપવામાં 4 કે તેથી વધુ દિવસો શા માટે લાગવા જોઈએ? આપણી પાસે એટલા પ્રતિભાવાન લોકો છે કે, તેને 4 દિવસોમાં ફાયનલ કરી દેવામાં આવે. મને વિશ્વાસ છે કે, વડાપ્રધાન ગરીબો, મજૂરો, ખેડૂતો અને પોતે કામ કરનારા લોકોની મદદ માટે નાણાકીય પેકેજની ટૂંક સમયમાં જ જાહેરાત કરવાની જરૂરિયાતને સમજે છે.

તેમણે ટ્વીટર પર લખ્યું કે, પેકેજની જાહેરાત બાદ બીજી સમસ્યાઓ પર ધ્યાન આપી શકાશે. તમને જણાવી દઈએ કે, PM મોદીએ કોરોનાની સારવાર અને તેના ટેસ્ટિંગ માટે 15000 કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેના પર ચિદમ્બરમે કહ્યું- PMના 15000 કરોડ રૂપિયાની જાહેરાતનો મતલબ શું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp