PM મોદી આવશે તો જીતી જઇશું, બાજી પલટાઇ જશે, PMએ આવું કેમ કહેવું પડ્યું

PC: twitter.com/BJPLive

એક હવા ફેલતી હૈ કિ મોદી આયેગા તો સબ ઠિક હો જાએગા, મોદી આયેગા તો જીત જાએંગે, મોદી આએગા તો બાજી પલટ દેંગે, સુનને મેં અચ્છા લગતા હૈ. પર મેં આજ કહેના ચાહતા હું કી મોદી ભી સંગઠનની પેદાઇશ હૈ. સંગઠન કે સંસ્કાર સે તપે નહીં હોતે તો એસી મીઠી મીઠી બાતે સુનકર હમ ભી ફિસલ સકતે થે, આ શબ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે શનિવારે રાષ્ટ્રીય અધિવેશનના સમાપન વખતે ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું. તેમણે કહ્યું કે મોદી પર સંગઠનના સંસ્કારથી તપીને બન્યા છે. દરેક કાર્યકર્તાએ તે કરવું પડશે. બધું સારૂં હોય તો પણ જો કાર્યકરો કામ નહીં કરે તો પરિણામ નહીં મળે. તેમણે આ વાત સમજાવવા માટે કહ્યું કે વરસાદ સારો હોય, બીજ સારા હોય, પાક સારો થવાની આશા પણ હોય પરંતુ જો ખેડૂત ખેતર ખેડે નહીં તો કોઇ કામનું નથી. એક રીતે તેમણે કાર્યકરોને એવું કહેવાની કોશિશ કરી કે માત્ર નેતાના ભરોસે બેસી રહેવાથી ચૂંટણીમાં પરિણામ નહીં મળે. બધી પરિસ્થિતિઓ સારી હોય છતાં કાર્યકરોએ બૂથ લેવલ સુધી કામ કરવું પડશે જ.

મજબૂર સરકાર જોઇએ કે મજબૂત

PM નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધતા એક વાત વારંવાર કહી કે આગામી ચૂંટણીમાં મજબૂત નેતૃત્વ અને મજબૂર નેતૃ્ત્વ વચ્ચેની લડાઇ છે. જે મહાગઠબંધનની વાત વિપક્ષ કરી રહ્યો છે તે બધા મળીને એક મજબૂર સરકાર આપશે. જ્યારે હાલ દેશને મજબૂત સરકારની જરૂર છે. તેમણે કહ્યું છે છેલ્લા ચાર વર્ષમાં જે કામો થયા છે તેને હવે આગામી પાંચ વર્ષમાં વધુ ઊંચાઇએ લઇ જવાની જરૂર છે.

સલ્તનત બચાવવી છે કે સંવિધાન

PMએ કહ્યું કે કોંગ્રેસ માત્રને માત્ર તેની સલ્તનતને બચાવવા માટે કામ કરે છે. તેને સંવિધાન સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે યંગ ઇન્ડિયાના કેસમાં તેઓ જામીન પર બહાર છે. આ કેસમાં ઇન્કમટેક્સ સહિત સંખ્યાબંધ સંસ્થાઓએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા પરંતુ તેઓ ક્યારેય ગયા નહીં. તેઓ પોતાને સંવિધાનથી ઉપર સમજે છે. PM મોદીએ એમ પણ કહ્યું કે હાલ આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળે સીબીઆઇને રાજ્યમાં પ્રવેશ પર રોક લગાવી છે. આ સંવિધાનનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે મને 12 વર્ષ સુધી સતત હેરાન કર્યો. એજન્સીઓ મારી પાછળ લગાવી દીધી. મે મુખ્યમંત્રી હોવા છતાં 9 કલાક સુધી એક જૂનિયર ઓફિસરને તમામ સવાલોના જવાબ આપ્યા. અમે સંવિધાનનો આદર કરીએ છીએ. તેમણે કોંગ્રેસ પર શરસંધાન કરતા એમ પણ કહ્યું કે તેઓ તેમની રાજાશાહી બચાવવા માગે છે અને અમે લોકશાહી બચાવવા માગીએ છીએ.

ઘરમાં સેવક રાખવો હોય તો કેવો રાખો

તેમણે એક સવાલ પૂછયો કે જો તમારે ઘરમાં સેવક રાખવો હોય તો કેવો રાખો. જે એક બીજાના કાન ભરીને ઘરમાં ઝગડો ઊભો કરે એવા કે જે એકતા લાવે, એવા. તમે એવો સેવક રાખશે કે જે તમારા ઘરમાંથી ચોરી કરીને પોતાના પરિવારવાળામાં વહેંચી દે. તો પછી તમે પ્રધાનસેવક નક્કી કરવો હોય તો શું કરો. આમ, એક રીતે તેમણે જ્ઞાતિવાદ, પ્રાંતવાદ અને ભ્રષ્ટાચારના આરોપો કોંગ્રેસ પર લગાવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp