અમૃતસર ટ્રેન એક્સિડન્ટમાં જેનો જીવ ગયો તેના પરિવાર માટે સિદ્ધુએ શું કર્યું, જાણો

PC: viralnews.tv

અમૃતસર ટ્રેન દુર્ઘટનાને કારણે જેટલા પણ બાળકો નોંધારા થયા છે, તેમને નવજોત સિંહ સિદ્ધુ દત્તક લઈ રહાય છે. બાળકોનું પાલન-પોષણ, ભણતર સહિત તમામ ખર્ચાઓની જવાબદારી સિદ્ધુએ પોતાનાં માથે લીધી છે. સિદ્ધુ પંજાબની અમરિંદર સિંહ કેબિનેટમાં લોકલ બોડીઝ મિનિસ્ટર છે.

સિદ્ધુએ વાયદો કર્યો છે કે તે અને તેની પત્ની એવા તમામ બાળકોને દત્તક લેશે, જે અમૃતસર ટ્રેન દુર્ઘટનાને કારણે અનાથ થઈ ગયા છે. સારી સ્કૂલોમાં તેમના અભ્યાસના ખર્ચ ઉપરાંત જે કંઈપણ ખર્ચો થશે, તે અમે ઉઠાવીશું. જે મહિલાઓએ આ દુર્ઘટનામાં પોતાના પતિ ગૂમાવ્યા છે, તેમને પણ આર્થિક મદદ આપવામાં આવશે.

19 ઓક્ટોબરની સાંજે અમૃતસરનાં જોડા ફાટક પાસે આ ઘટના બની હતી. રાવણ દહનનાં સમયે લોકો પાછળ હટીને રેલવેનાં પાટા પર આવી ગયા હતા. ત્યારે જ ત્યાંથી DMU પસાર થઈ. જે લોકો ટ્રેન સાથે અથડાતા બચ્યાં તેમનું ભીડમાં કચડાવાને કારણે મૃત્યુ થયુ હતુ. દશેરાના જે કાર્યક્રમમા આ દુર્ઘટના બની, તેના ચીફ ગેસ્ટ નવજાત કૌર સિદ્ધુ હતા. તે સિદ્ધુના પત્ની છે. તેમના પર આરોપ છે કે, દુર્ઘટના બાદ તેઓ લોકોની મદદ કરવાને બદલે ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp