જીતેલા BJP સાંસદે કહ્યું- પહેલું કામ AMUની જિન્નાની તસવીરને પાકિસ્તાન મોકલવાનું

PC: timesnownews.com

અલીગઢ લોકસભા બેઠક પરથી બીજી વખત જીતેલા સાંસદ સતીષ કુમાર ગૌતમે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લાગેલી મહંમદ અલી જિન્નાની તસવીર બાબતે નિવેદન કરીને આ મુદ્દાને ફરી જગાવી દીધો છે. તેમણે કહ્યું કે, ચૂંટણી જીત્યા બાદ મારી પહેલા પ્રાથમિકતા જિન્નાની તસવીરને AMUથી પાકિસ્તાન મોકલવાની રહેશે. સતીશ કુમાર અલીગઢ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમને 2,29,261 મતોથી વિજય મેળવ્યો હતો.

સતીશકુમાર ગૌતમે કહ્યું કે, આ દેશમાં હવે જિન્ના શોધ્યો પણ નહીં જડે, સીધો પાકિસ્તાન જશે. સતીશ ગૌતમે કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જે જિન્નાહની તસવીર છે તે AMU ની માનસિકતા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જિન્નાની તસવીરને લઇને વિવાદ થયો હતો. સતીશ ગૌતમે તે સમયે AMU ના કુલપતિ તારિક મંસૂરને પત્ર લખીને પૂછ્યું હતું કે આ યુનિવર્સિટીમાં જિન્નાની તસવીર કેમ લગાડાઇ છે. આને લઇને યુનિવર્સિટીમાં તોડફોડ, આગજની અને ભારે હંગામો થયો હતો. સ્થિતિ એટલા હદ સુધી વકરી હતી કે યુનિવર્સિટીએ પરીક્ષા પણ રદ કરી દેવી પડી હતી. વિભિન્ન રાજકીય પાર્ટીઓ વચ્ચે આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઇ હતી

બીજી વખત જીત મળ્યાં બાદ BJP સાંસદે કહ્યું કે, AMU થી જિન્ના માનસિકતા દૂર કરવી પડશે. તેમને આ સાથે માગ પણ કરી હતી કે યુનિવર્સિટીમાં SC/ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને પણ આરક્ષણ મળે અને પ્રવેશ આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp