અનોખું બન્યું: જૈન સાધુને સોનાની રાખડી બાંધી એક ગામે રક્ષાબંધનની ઉજવણી કરી

PC: gadgets360cdn.com

અમદાવાદમાં પહેલા ક્યારેય ન બન્યું હોય તેવી અનોખી ઘટના બની છે. 11 ગ્રામ સોનાની એક એવી બે રાખડી અને એક ચાંદીની રાખડી મહારાજ સાહેબની પિચ્છને ગુરુભક્તોએ ઉત્સાહપૂર્વક બાંધી 24 કેરેટના 8 ગ્રામ સોનાના સિક્કા અને 3 ગ્રામની સોનાની ચેઇનનો ઉપયોગ રાખડીમાં થયો છે. મુનિશ્રી પ્રસન્ન સાગરજી મહારાજ સાહેબની પિચ્છને આ રાખડી બાંધી હતી. પ્રસન્નસાગરજી મહારાજ ચાતુર્માસ સમિતિ અમદાવાદ દ્વારા મીઠાખળી છ રસ્તા પાસે આવેલા સરદાર પટેલ સેવા સમાજના પટ્ટાંગણમાં ભગવાન શ્રેયાંસનાથ નિર્વાણ કલ્યાણક મહોત્સવ, વાત્સલ્ય પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ રીતે સોનાની રાખડી સામાન્ય રીતે જૈન મૂનિને બાંધવામાં આવતી નથી.

એક દિવસ પહેલા રક્ષાબંધન ઉજવ્યું

બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામમાં એક દિવસ વહેલાં રક્ષાબંધન કરી લેવામાં આવે છે. સમગ્ર દેશમાં શ્રાવણી પૂનમે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. જ્યારે પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં 200 વર્ષથી એવી પરંપરા છે કે ત્યાં એક દિવસ પહેલાં ભાઈઓનો પહેલાં રાખડી બાંધી દેવામાં આવે છે. કેમ કે, વર્ષો પૂર્વે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. ત્યારે બ્રાહ્મણોએ બળેવના આગલા દિવસે ગામની કુંવાસીઓને બોલાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવાથી માતાજીનો કોપ ઉતરી જશે. તેવી સલાહ આપી હતી. તે દિવસે સમગ્ર ગામનું દૂધ ભેગુ કરીને આખા ગામમાં તે ઢોળવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp