રક્ષાબંધન પર સસ્તુ સોનું ખરીદવાની તક, ભારત સરકાર આપી રહી છે ભેટ

PC: moneycontrol.com

ઓગસ્ટ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. આ મહિનાના પહેલા સોમવાર એટલે કે 3 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર છે. મોદી સરકાર એક ખાસ સ્કીમ હેઠળ સસ્તુ સોનુ ખરીદવાની તક આપી રહી છે. કહેવાનો અર્થ છે કે, તમે સસ્તા ભાવે સોનુ ખરીદી તમારી બહેનને આપી શકો છો.

3 ઓગસ્ટના રોજ સરકાર ફરી એકવાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની શરૂઆત કરવાની છે. આ બોન્ડ સ્કીમ હેઠળ સોનાની કિંમત 5334 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. ઓનલાઇન ચૂકવણી કરનારાઓને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે, જેનાથી સોનાનો ભાવ 5284 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે. અર્થ એ છે કે, જો તમારે 10 ગ્રામ સોનાની ખરીદી કરવી છે તો તમારે 52 હજાર 840 રૂપિયા ચૂકવવા પડશે.

જો બજારમાં સોનાના પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ કરીએ તો 54 હજાર રૂપિયાથી વધારે છે. તમને જણાવી દઇએ કે, મોદી સરકારની સ્કીમ હેઠળ તમે ગોલ્ડને બોન્ડ તરીકે ખરીદી શકો છો.

આ બોન્ડને ઓછામાં ઓછા 1 ગ્રામ અને વધારેમાં વધારે 4 કિલોગ્રામ સુધી ખરીદી શકાય છે. જેમાં પ્યોરિટી અને સિક્યોરિટીનું ટેન્શન રહેતું નથી. તેના માટે તમે ડિજિટલ રીતે બેંક, નિર્ધારિત પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, એનએસઇ અને બીએસઈમાં અરજી કરી શકો છો.

રિઝર્વ બેંક હેઠળ આવનારા આ બોન્ડનો સમય 8 વર્ષનો છે. જેમાં પાંચમા વર્ષ પછી વ્યાજ ચૂકવણીની તારીખ પર બહાર કાઢવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો આ સ્કીમના હેતુની વાત કરીએ તો સરકાર તેના દ્વારા સોનાની ફિઝિકલ ડિમાન્ડને ઓછી કરવા માગે છે. હાલમાં તમે 7 ઓગસ્ટ સુધી મોદી સરકારની આ સ્કીમની સાથે જોડાઇ શકો છો. જણાવી દઇએ કે, સપ્ટેમ્બર મહિનામાં ફરી એકવાર સરકાર આ સ્કીમને લઇ આવશે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન સોનાના ભાવે ઘણાં રૅકોર્ડ બનાવ્યા હતા. ત્યાર પછી સોનાના ભાવમાં વધારો ઘટાડો ચાલું જ છે. કોરોના સંકટમાં દુનિયાભરમાં કેન્દ્રીય બેંકો તરફથી નીતિગત દરોમાં કાપને કારણે અર્થવ્યવસ્થા મંદીમાં છે અને સોનાને સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. કોરોના વાયરસને કારણે રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોઈ રહ્યા છે અને તેમાં જ પૈસા લગાવી રહ્યા છે. માટે કિંમતોમાં આટલો ઉછાળો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp