રમઝાનમાં ભીખ માગવા માટે ટ્રાવેલ વિઝા પર દુબઇ પહોંચી રહ્યાં છે આ દેશના લોકો

PC: khaleejtimes.com

દુબઇ પોલીસે એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, એશિયન દેશોમાંથી ઘણાં એવા ભિખારીઓની ધરપકડ કરવામાં આવી છે જે ટ્રાવેલ વિઝા પર એક મહિના માટે અહીં આવ્યા હતા. તેમણે સંકેત આપ્યો હતો કે લોકો દક્ષિણ એશિયન દેશો જેવાં કે ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવી રહ્યા છે. રમઝાન માસ દરમિયાન સંયુક્ત અરબ અમીરાતમાં ઘણાં લોકોને ભીખમાં મોટી રકમ મળે છે અને એ જ કારણ છે કે ઘણાં લોકો ટ્રાવેલ વિઝા લઇને દુબઇ પહોંચી જાય છે. રમઝાન માસ દરમિયાન દુબઇ અને અબુધાબીની સાથે અન્ય ખાડી દેશોમાં ભિખારીઓની સંખ્યા અચાનક વધી જાય છે.

મોટી સંખ્યામાં અહીં ભિખારીઓ આવવા લાગે છે, જે પહેલા અહીં દેખાતા નથી. આ લોકો બજારોમાં ફરવા લાગે છે. દુબઇ પોલીસે એક એવાં ભિખારીને પકડ્યો જેની પાસેથી એક લાખ દિરહામ એટલે કે 18 લાખ રૂપિયા મળી આવ્યાં હતા, જે તેણે ભીખ માગીને મેળવ્યાં હતા. રમઝાન મહિનામાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાને પવિત્ર કામ માનવામાં આવે છે. આ માન્યતાઓનો જ કેટલાક લોકો દુરૂપયોગ કરીને તેને વેપાર બનાવી દે છે.

દુબઇ પોલીસના પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ રીતે ભીખ માગી રહેલા 250 ભિખારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આ લોકો સુનિયોજિત રીતે ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી મોકલવામાં આવે છે. કેટલીક ટ્રાવેલ કંપનીઓ મદદ પણ કરે છે. આ ભીખારીઓને ટ્રાવેલ વિઝા પર મોકલવામાં આવે છે. અહીં આખો મહિનો પૈસા ભેગા કરીને તેઓ પરત આવી જાય છે. ગત વર્ષે પણ દુબઇમાં 243 ભિખારી પકડાયા હતા જે ટ્રાવેલ વિઝા પર ત્યાં પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp