26th January selfie contest

માત્ર ભૂખ્યા-તરસ્યા રહેવું એને રોઝા ના કહેવાય, આ નિયમોનું પણ કરવું પડે છે પાલન

PC: thestar.com.my

રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનો દરેક મુસલમાન માટે ખૂબ જ મહત્ત્વનો છે. તે ઈસ્લામિક કેલેન્ડરના નવમા મહિનામાં હોય છે. ઈસ્લામ ધર્મના લોકોનું માનવું છે કે, રમઝાનના મહિનામાં જન્નત એટલે કે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને આ પવિત્ર મહિનામાં દરેક દુઆ પુરી થાય છે. રમઝાનને લઈને એવું પણ કહેવામાં આવે છે કે, જો મુસલમાનોને રમઝાનના મહિનાનું મહત્ત્વ સમજાઈ જાય તો દરેક મુસલમાન એવી જ દુઆ કરશે કે રમઝાન 1 મહિના માટે નહીં પરંતુ આખા વર્ષ સુધી રહે.

જણાવી દઈએ કે, ઈસ્લામ ધર્મમાં રોઝા છોડવાને ગુનાહ-એ-કબીરા માનવામાં આવે છે. ગુનાહ-એ-કબીરાનો મતલબ થાય થે કે, એવું મોટું પાપ જેની કોઈ માફી જ નથી. રોઝા વિશે ઈસ્લામિક ધર્મ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, અલ્લાહ પોતાના બંદાઓને કહે છે, રોઝા માત્ર મારા માટે છે અને રોઝાનું ઈનામ હું જાતે મારા બંદાઓને આપીશ.

તમને એવું પણ જણાવી દઈએ કે, ઈસ્લામમાં 7 વર્ષની ઉંમર બાદથી દરેક વ્યક્તિ માટે રોઝા રાખવા જરૂરી માનવામાં આવે છે. જોકે, 7 વર્ષની ઉંમર કરતા નાના બાળકો, પ્રેગનેન્ટ મહિલાઓ, બીમાર અને પ્રવાસ કરનારા લોકોને રોઝા રાખવામાં છૂટ આપવામાં આવી છે.

આજે આપણે રોઝા કઈ બાબતોથી તૂટે છે અને કઈ બાબતોથી નથી તૂટતા વિશે વાત કરીશુંઃ

સૌથી પહેલી વાત તો એ છે કે, ઘણા લોકોને લાગે છે કે, રોઝા રાખવાનો મતલબ માત્ર ભૂખ્યા-તરસ્યા રહેવાનું જ હોય છે. પરંતુ એવું જરા પણ નથી. જણાવી દઈએ કે, રોઝાનો મતલબ માત્ર ખાવા-પીવાની વસ્તુઓથી દૂરી બનાવવી એવો નથી, પરંતુ રોઝા રાખ્યા બાદ વ્યક્તિએ દરેક એ કામથી દૂર રહેવું પડે છે, જેની ઈસ્લામ ધર્મમાં મનાઈ ફરમાવવામાં આવી છે.

ખાવા-પીવાની વસ્તુઓથી દૂર રહેવાની સાથે આંખ, નાક, કાન, મોઢું તમામ ચીજોના રોઝા હોય છે. તેનો મતલબ એ થયો કે, રોઝા રાખ્યા બાદ વ્યક્તિ કોઈની બુરાઈ ન કરી શકે કે કોઈનું દિલ પણ દુઃખાવી ન શકે. આ રીતે મુસલમાન રમઝાનના મહિનામાં દરેક પ્રકારની બુરાઈઓથી પવિત્ર થઈ જાય છે.

આ ઉપરાંત, રોઝા રાખવા દરમિયાન વ્યક્તિ ભૂલમાં કંઈ ખાઈ લે કે પી લે તો તેનાથી તેનો રોઝો તૂટતો નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp