ક્યાં છે મંદી? અમદાવાદમાં 13,000 વારનો પ્લોટ 160 કરોડમાં વેચાયો

PC: guptapropertydealer.com

ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી ચાલી રહી છે તેવી બૂમરાણ વચ્ચે અમદાવાદમાં એક મોટી ડીલ થઈ છે. આ શહેરમાં 13000 વારનો એક પ્લોટ 160 કરોડ રૂપિયામાં વેચાયો છે. કમર્શિયલ અને રેસિડેન્શિયલ એમ બંને સેગમેન્ટમાં આક્રમક રીતે આગળ વધી રહેલા એક જૂથે થલતેજ-શિલજ રોડ પર આશરે 13,000 વારનો એક પ્લોટ 1.25 લાખ પ્રતિ વારના ભાવે ખરીદ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ અમદાવાદમાં સક્રિય રિયલ એસ્ટેટ જૂથ કે જેમાં સૌરાષ્ટ્રના ભાગીદારો પણ છે, તેમણે આ જમીન ખરીદી છે.

રિયલ એસ્ટેટના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ રોડને ટચ આ પ્લોટ પર રેસિડેન્સિયલ અને કમર્શિયલ એમ બંને પ્રોજેક્ટની તક રહેલી છે. જમીનના સોદાનું મૂલ્ય 160 કરોડ આસપાસ છે. આર-2 ઝોનમાં આવેલી આ જમીન પર ડેવલપરને 1.8 FSI મળે ઉપરાંત તે 0.6 જેટલા ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR)નો પણ ઉપયોગ કરી શકે. જો કે થલતેજમાં જંત્રી ઊંચી હોવાથી TDR મોંઘો પડતો હોય છે.

છેલ્લા ચાર મહિનામાં અમદાવાદમાં આશરે 3000 કરોડથી વધુની જમીનના સોદા થયા છે અને આ તમામ સોદા વિક્રમ ભાવે થયા છે. શહેરમાં કમર્શિયલ રિયલ એસ્ટેટની માંગ ઊંચાઈએ છે અને આ જમીન પર કમર્શિયલ અને રેસિડેન્શિયલ મિક્સ પ્રોજેક્ટ આવવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp