50 લાખ મકાનો ક્યાં બન્યા? 1.34 લાખ કરોડના ખર્ચે બનવાના હતા આવાસો

PC: khabarchhe.com

15 જાન્યુઆરી, 2013ના જોર ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે તેઓ પાંચ વર્ષમાં 50 લાખ એવા મકાનો બનાવીને આપશે કે જે સસ્તા અને લોકોને પરવડે એવા હશે. જેના માટે 8 વિશાળ કંપનીઓ પાસે MoU કરાયા હતા કે તે કંપનીઓ ગુજરાતમાં રૂ.1.34 લાખ કરોડનું મકાનો બનાવવા માટે હતા. જો તેનો સંપૂર્ણ અમલ થયો હોત તો એક લાખનું એક મકાન ઘણીને આજે 1,34,00,000 ઘર બની ગયા હોત. તેનો મતલબ કે ગુજરાતના તમામ લોકોને એક ઘર આ MoU થવાથી મકાન મળી શક્યું હોત ભલે પછી તેમની પાસે બંગલો કે વૈભવી ફ્લેટ હોય તો પણ તેમને મકાન મળી શક્યું હોત. જો 5 લાખનું એક મકાન સરકારી જમીન પર ગણીએ તો તે સંખ્યા એક કરોડ લોકોને મકાન મળી શક્યા હોત. તેના પર સહી સિક્કા સરકાર અને કંપનીઓએ બન્ને કર્યા હતા. જે આજે હવામાં છે.

હાઉસિંગ અને બાંધકામમાં વિવિધ વર્ટિકલ્સ માટે કુલ આઠ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં સસ્તાં રહેણાંકના મકાનો બનાવતી ટેકનોલોજી, પ્રી-કાસ્ટ બાંધકામ ટેકનોલોજી અને ઝૂંપડપટ્ટી પુનર્વસવાટનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં હાઉસિંગ સેક્ટરમાં સૌથી વધારે લોકોએ ભાગ લીધો હતો એવું સરકારે લોકસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં કહ્યું હતું. જેની અસર સમગ્ર દેશમાં થઈ હતી અને તેના કારણે એક અર્થશાસ્ત્રી મનમોહનસીંગને બાજુ પર ખસેડીને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાઈ આવ્યા હતા. મહત્તમ પ્રેક્ષકો જોવા મળ્યા હતા.

2013માં તત્કાલીન ભાજપની ગુજરાત સરકારે એવો દાવો કર્યો હતો કે તે આગામી પાંચ વર્ષમાં 30 અબજ ડોલરના 50 લાખ જેટલા સસ્તાં રહેણાંક એકમો બનાવવાનું આયોજન કરી રહ્યું છે, જે પૈકી ગ્રામ્ય વિસ્તારોમાં 28 લાખથી વધુ સસ્તું ઘરો બાંધવામાં આવશે જ્યારે શહેરી વિસ્તારોમાં 22 લાખ ઘરો વિકસાવવામાં આવશે. આ જાહેરાતથી ભાજપને સમગ્ર દેશમાં વિકાસ લક્ષી પક્ષ તરીકે લોકો જોવા લાગ્યા હતા અને તેમને ગુજરાત રહેવા માટે એક સ્વર્ગ લાગતું હતું. પણ આજે આવા કોઈ મકાનો બન્યા નથી.

શિકાગો સ્થિત એક કંપની હોથોર્ન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકાર સાથે રૂ. એક લાખ કરોડના MoU પર હસ્તાક્ષર કર્યા હતા. ચેન્નઈમાં 500 એકરથી વધુનાં સસ્તાં રહેણાંકના મકાનો બનાવાવાના પ્રોજેકટમાં સામેલ હાવર્થર્ન, ગુજરાત સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે રૂ. 1 લાખ કરોડની સસ્તી તકનીકી માટે ભાગીદાર બનવાની યોજના ધરાવતાં હોવાનું જાહેર કર્યું હતું.

અન્ય એક વૈશ્વિક ખેલાડી ફિનલૅન્ડની એલિમીટેક કંપનીએ ડોક્ટ ડિઝાઇન ઇન્ડિયા સાથે રૂ.15,000 કરોડનો કરાર કર્યો હતો. યુકેના સ્પિરોલ પ્રિકાસ્ટ સર્વિસીસ લિમિટેડએ એપોલો ઈન્ફ્રાટેક લિમિટેડ સાથે રૂ. 5000 કરોડના કરાર કર્યા હતા અને સહી સિક્કા કર્યા હતા.

તાતા હાઉસિંગ કંપની લિમિટેડ, ટાટા ગ્રૂપની રિયલ એસ્ટેટ કંપનીએ અમદાવાદમાં પોસાય તેવા સસ્તા હાઉસિંગ એકમો બાંધવા માટે રૂ.3500 કરોડ રૂપિયાનાં MoU પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રોજેક્ટ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) ના મોડલ હેઠળ વિકસાવવામાં આવશે, જે 100 એકરથી વધારે હશે તે આશરે 6,000 થી વધુ રહેણાંક એકમોનો સમાવેશ કરશે. એવી બાહેંધરી આપવામાં આવી હતી.

બેકેરી અર્બન ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદએ વેજલપુર વિસ્તારના સસ્તાં મકાનો માટે રૂ.1,500 કરોડના MoU પર હસ્તાક્ષર કર્યા હતા અને મહેસૂલ અને ટાઉન પ્લાનિંગ ક્લિયરન્સમાં આ કંપનીએ મદદ માંગી હતી. એમ વી ઓમ્ની પ્રોજેક્ટ્સ (ઈન્ડિયા) લિમિટેડ અને શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડે ઝૂંપડપટ્ટીના પુનર્વસનના ક્ષેત્રમાં અનુક્રમે રૂ.3,000 કરોડ અને રૂ.1,000 કરોડ રૂપિયાની MoU પર હસ્તાક્ષર કર્યા હતા.

આજે આ કંપનીઓએ જો આટલા વ્યાપક સસ્તા ઘર બનાવ્યા હોત તો ગુજરાતમાં એક પણ ઝૂંપડું ન હોત અને એક પાણ નાગરિક રસ્તા પર રખડતો ભટકતો ન હોત. પણ બધું જ હવામાં છે. આવી જાહેરાત કરીને ગુજરાતમાં વિકાસ છે એવો ભ્રમ સમગ્ર દેશમાં ઊભો કરી શકાયો હતો અને ભાજપ સત્તા પર આવી ગયો હતો. આજે સ્થિતી સાવ જૂદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp