આ બિઝનેસમેને ખરીદ્યો ભારતનો સૌથી મોંઘો ફ્લેટ, કિંમત 100 કરોડ

PC: indiatoday.in

કહેવામાં આવે છે કે, સૌ કોઇનું સપનું હોય છે તેમનું એક પ્રિય ઘર. પણ જો તે ઘરની કિંમત 100 કરોડ રૂપિયા હોય તો. આપણા દેશના એક અમીર બિઝનેસમેને મુંબઇમાં 100 કરોડ રૂપિયા ખર્ચે 2 ફ્લેટ ખરીદ્યા છે. આ ફ્લેટ્સ મુંબઇના પૉશ વિસ્તાર કર્માઇકલ રોડ પર સ્થિત છે.

જે બિઝનેસમેને આ 100 કરોડ રૂપિયાના ફ્લેટ્સ ખરીદ્યા છે, તેમનું નામ છે અનુરાગ જૈન. અનુરાગ જૈન બજાજ કંપનીના માલિક રાહુલ બજાજના ભત્રીજા છે. સાથે જ તેમની પોતાની ઓટો પાર્ટ્સની કંપની છે.

અનુરાગ જૈને મુંબઇના કર્માઇકલ રોડ પર સ્થિત કર્માઇકલ રેઝીડેંસેસમાં બે ફ્લેટ ખરીદ્યા છે. આ બંને ફ્લેટ્સ કુલ મળીને 6371 વર્ગ ફૂટના છે. જૈને 156961 રૂપિયા પ્રતિ વર્ગ ફૂટના દરે કિંમત ચૂકવી છે.

જૈનના આ ફ્લેટ્સની મૂળ કિંમત 46.43 કરોડ હતી. પણ તેમણે બેગણી રકમ ચૂકવવી પડી કારણ કે રજિસ્ટ્રી અને સ્ટેમ્પ ડ્યૂટી મળીને તેની કિંમત 100 કરોડ રૂપિયા થઇ ગઇ છે. રજિસ્ટ્રીની કિંમત 1.56 લાખ રૂપિયા પ્રતિ વર્ગ ફૂટ હતી અને 5 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટીના લાગ્યા. આ બંને ફ્લેટ્સ ખરીદવાના સાથે જ અનુરાગ જૈનને અપાર્ટમેન્ટમાં 8 પાર્કિંગ પણ મળી છે.

અનુરાગ જૈન એજ્યુરેંસ ટેક્નોલોજીસના મેનેજિંગ ડાયરેક્ટર છે. તેમની કંપની ભારત અને યૂરોપમાં ટુ વ્હીલર અને ત્રણ વ્હીલરના ઓટો પાર્ટ્સ બનાવે છે અને સપ્લાઇ કરે છે.

કાર્માઇકલ રેજીડેંસ 21 માળનું બિલ્ડિંગ છે. જેમાં માત્ર 28 ફ્લેટ્સ છે. એક ફ્લોર પર માત્ર બે જ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જેથી ત્યાં રહેનારાઓને પૂરા પ્રમાણમાં સ્પેસ મળી રહી. ફ્લેટ્સની વચ્ચે 2000 વર્ગ ફૂટીની જગ્યા છે. આ બિલ્ડિંગનાં નિર્માણનું કામ હાલમાં ચાલી રહ્યું છે. જો રેજીડેંટ ઇચ્છે તો બંને ફ્લેટને ભેગા કરીને એક પણ કરી શકે છે. દરેક ફ્લેટની એક બાજુથી સમુદ્ર અને બીજી તરફથી શહેરનો સુંદર નજારો જોવા મળે છે.

આ બિલ્ડિંગમાં સોલર પેનલ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી સુવિધાઓ પણ છે. આ ઉપરાંત ટેરેસ પર મોટો ગાર્ડન અને ઈન્ફિનિટી પૂલ પણ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp