આજે બિલ્ડરો દસ્તાવેજ નહીં કરે, નવી જંત્રીનો આડકતરી રીતે વિરોધ

PC: twitter.com

ગુજરાત નેશનલ રીયલ એસ્ટેટ કાઉન્સિલની મિટીંગ બાદ આજે બિલ્ડરોએ દસ્તાવેજ નહીં કરવાનો નિર્ણય લીધો છે. બિલ્ડરોનું કહેવું છે કે, નવી જંત્રીના નિયમમાં શનિ-રવિ નિર્ણય નહીં લેવામાં આવે તો તેઓ આ મામલે વિરોધ કરશે. ગુજરાતમાં રીયલ એસ્ટેટે ક્ષેત્રે મંદીના એંધાણ સામે આવી રહ્યા છે. શુક્રવારે આજે બિલ્ડરો દસ્તાવેજ નહીં કરે.

જંત્રીના ભાવમાં નવો વધારો કરાતા બિલ્ડરો દ્વારા સરકારને તાજેતરમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ  સરકારે આ મામલે કોઈ નિર્ણય ના લેતા આજે દસ્તાવેજથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીમાં અંદાજે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટી આવક થઈ રહી છે. 7થી 9 હજાર કરોડની આવક સ્ટેમ્પ ડ્યુટીમાં થઈ રહી છે જંત્રીના ભાવના કારણે આ આવક 18 હજાર કરોડની થઈ છે.

જંત્રીમાં વધારો થતા સીધી અસરથી રિયલ એસ્ટેટ બિઝનેસમાં મોટી મંદી આવી શકે તેવી શક્યતાઓ પણ છે. એફોર્ડેબલ હાઉસિંગ પણ મોંઘા બની શકે છે. બિલ્ડરોનું કહેવું છે કે, સર્વેના 90 દિવસ પછી જંત્રી લાગુ કરવી જોઈએ અને જો જંત્રી વધે તો એફએસઆઈની ખરીદીમાં 50 ટકા છૂટછાટ આપવી જોઈએ. આ સિવાય અન્ય પ્રકારની માંગણીઓ પણ બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવી રહી છે. ગયા વર્ષે રાજ્યમાં એફએસઆઈની ખરીદીમાંથી સરકારને રૂ. 3000 કરોડની કમાણી થઈ હતી. આ વર્ષે 6,000 કરોડ, 18 ટકા GST અને અન્ય નજીવી આવકથી બમણીથી વધુ આવક થઈ શકે છે.  

CMને રજૂઆત કરવા માટે અગાઉ સચિવાલય પહોંચેલા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા કેટલીક માંગ કરાઈ હતી. જેમાં વાંધા અને સૂચનો આપ્યા છે.  એફએસઆઈ માટે ભરવામાં આવતી જંત્રીમાં 50 ટકા ઘટાડવા માંગ કરવામાં આવી રહી છે. એફોર્ડેબેલ હાઉસિંગ માટે આ જંત્રી કામો અટકાવનારી બનશે તેમ બિલ્ડર્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. નવી જંત્રી મુદ્દે 1 મે સુધી જંત્રીનો નિર્ણય પાછો ખેંચવા માટે કહ્યું છે. આજથી નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજો થઈ રહ્યા છે ત્યારે આજે બિલ્ડર્સ દસ્તાવેજથી અળગા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp