26th January selfie contest
BazarBit

સરકારે શહેરી વિસ્થાપિતો/ગરીબોને પરવડે તેવા ભાડાના આવાસ વિકસાવવાની મંજૂરી આપી

PC: PIB

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAY – U) અંતર્ગત પેટા-યોજના તરીકે શહેરી સ્થળાંતરિતો/ગરીબો માટે પરવડે તેવા ભાડાના આવાસ પરિસરો (AHRCs) વિકસાવવાની મંજૂરી આપવામાં આવી છે.

પ્રવર્તમાન ખાલી પડેલા સરકારી ભંડોળથી બનેલા આવાસ પરિસરોને 25 વર્ષો માટે રાહત કરારો મારફતે ARHCમાં પરિવર્તિત કરવામાં આવશે. રાહત પ્રાપ્તકર્તા પરિસરોને મરામત/સુધારા-વધારા અને ઓરડાઓની જાળવણી દ્વારા અને પાણી, ગટરલાઇન, સ્વચ્છતા, રસ્તા વગેરે જેવા માળખાકીય અંતરને દૂર કરીને પરિસરોને રહેવાલાયક બનાવશે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો રાહત પ્રાપ્તકર્તાની પસંદગી પારદર્શી નિવિદા મંગાવીને કરશે. સમય કરતાં પહેલા અથવા પોતાની રીતે ચલાવવા આગામી ચક્રને ફરી શરૂ કરવા માટે 25 વર્ષો બાદ પરિસરોનેફરીથી ULBમાં પરિવર્તિત કરવામાં આવશે.

25 વર્ષો માટે પોતાની ઉપલબ્ધ ખાલી જમીનો ઉપર ARHC વિકસાવવા માટે જાહેર/ ખાનગી એકમોને પરવડે તેવા આવાસ વગેરેની સમકક્ષ જ વપરાશ પરવનાગી, 50% વધારાની FAR/ FSI, પ્રાથમિક ક્ષેત્ર ધિરાણ દરે રાહત ઋણ, કર રાહતો જેવા વિશેષ પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવશે.

ઉત્પાદન ઉદ્યોગ, આતિથ્ય, આરોગ્ય, સ્થાનિક/ વાણિજ્યિક સંસ્થાઓ અને બાંધકામ અથવા અન્ય ક્ષેત્રોમાં માનવશ્રમ પૂરો પાડતાં મોટાભાગના લોકો શ્રમિકો, વિદ્યાર્થીઓ છે જે ગ્રામીણ વિસ્તારો અથવા નાના નગરોમાંથી વધુ સારી તકોની શોધ માટે શહેરોમાં આવીને વસે છે તેઓ ARHC અંતર્ગત લક્ષિત લાભાર્થીઓ હશે.

ટેકનોલોજી નવાચાર અનુદાનના સ્વરૂપમાં રૂ. 600 કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે જેની ફાળવણી બાંધકામ માટે ઓળખવામાં આવેલી નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહેલા પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે. ARHC કામના સ્થળની નજીકમાં પરવડે તેવા ભાડાના આવાસો ઉપલબ્ધ કરાવીને શહેરી વિસ્તારોમાં નવી પારિસ્થિતિક તંત્રની રચના કરશે. ARHC અંતર્ગત કરાતું રોકાણ રોજગારીના નવા અવસરોનું નિર્માણ કરે તેવી ધારણાં છે. ARHC બિનજરૂરી પ્રવાસ, ગીચતા અને પ્રદૂષણમાં ઘટાડો કરશે.

સરકારી ભંડોળથી બનેલા ખાલી આવાસોનો આર્થિક રીતે ઉત્પાદકીય વપરાશ માટે ARHCમાં પરિવર્તિત કરવામાં આવશે. આ યોજના એકમોને પોતાની ખાલી પડેલી જમીન ઉપર AHRC વિકસાવવા માટે એકમો માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરશે, જે નવી રોકાણની તકો શક્ય બનાવશે અને ભાડાકીય આવાસ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપશે.

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા શહેરી વિસ્થાપિતો/ ગરીબો માટે પરવડે તેવા ભાડાના આવાસ પરિસર (ARCH)ની શરૂઆત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત પેટા યોજના તરીકે શરૂ કરવામાં આવી છે. આ યોજનાની જાહેરાત આદરણીય નાણામંત્રીએ 14 મે 2020ના રોજ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ ‘આત્મનિર્ભર ભારત’ની દૂરંદેશી પૂર્ણ કરવામાં યોગદાન આપવાનો છે.

કોવિડ-19 મહામારીના પરિણામે દેશમાં ગ્રામીણ વિસ્તારો અથવા નાના નગરોમાંથી શહેરોમાં રોજગારીની તકો માટે આવતા કામદારો/ શહેરોમાં વસતા ગરીબોએ ખૂબ જ મોટાપાયે તેમના વતનમાં પરત વિસ્થાપન કર્યું છે. સામાન્યપણે આવા વિસ્થાપિતો ભાડું બચાવવા માટે ઝૂંપડા, અનૌપચારિક/ બિન અધિકૃત વસાહતોમાં અથવા શહેરોની આસપાસના વિસ્તારોમાં રહેતા હોય છે. કાર્યસ્થળે પહોંચવા માટે રસ્તા પર ચાલવામાં/ સાઇકલ ચલાવવામાં તેમનો ખૂબ જ સમય ખર્ચાઇ જાય છે અને તેમને ખર્ચા ઘટાડવા જતા જીવનું જોખમ પણ ઉભું થાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp