દરિયાના ગુનાના કેસ હવેથી ગુજરાત હાઇકોર્ટમાં ચાલશે

PC: DeshGujarat.com

126 થી 177 વર્ષ જૂનાં પાંચ જુદાં જુદાં નૌકાદળનાં કાયદા આ ખરડાથી દૂર કરવામાં આવ્યાં હતાં. આ ખરડો દરિયાઈ દાવાઓ અને દરિયાઈ પૂર્વાધિકારની પ્રાથમિકતા પ્રદાન કરે છે, ત્યારે માલિકો, ચાર્ટર્સ, ઓપરેટર્સ, ક્રૂ મેમ્બર્સ અને સીફેરર્સને એકસાથે સંરક્ષણ પ્રદાન કરે છે. આ ચર્ચા દરમિયાન ગૃહનાં સભ્યોએ તેમના મતો રજૂ કર્યા હતાં અને વિવિધ પ્રશ્રો ઉઠાવ્યાં હતાં, જેનાં મંત્રીએ સંતોષકારક અને તાર્કિક જવાબ આપ્યાં હતાં.

નવા ખરડા મુજબ, તમામ દરિયાઈ રાજ્યોની હાઈ કોર્ટ દરિયાઈ દાવાઓ પર નૌકાદળનાં અધિકારક્ષેત્રનો ઉપયોગ કરશે, જેમાં કેટલાંક પાસાં સામેલ છે, જે અગાઉની જેમ આયાતી ચીજવસ્તુઓ અને માલમત્તા પૂરતાં મર્યાદિત નથી, પણ નાવિકોનાં પગારની ચુકવણી, જીવન ગુમાવવું, બચાવ, માર્ગેજ (ગીરોખત), નુકસાન, સેવા અને રિપેર, વીમો, માલિકી અને પૂર્વાધિકાર, પર્યાવરણને નુકસાનનું જોખમ વગેરે સામેલ છે. અગાઉ બોમ્બે, કલકત્તા અને મદ્રાસની હાઈ કોર્ટ નૌકાદળનું અધિકારક્ષેત્ર જ ધરાવતી હતી, એટલે દેશમાં 12 મોટાં કે 200 નાનાં બંદરોમાંથી કોઈ પણ બંદરમાં કેસ થાય, તો ફક્ત આ ત્રણ હાઈ કોર્ટમાં જ કેસની સુનાવણી થઈ શકતી હતી. જોકે નવા ખરડા સાથે તમામ દરિયાઈ રાજ્યોની તમામ હાઈ કોર્ટ હવે નૌકાદળ સાથે સંબંધિત દરિયાઈ કેસ ચલાવી શકશે. વળી આ ખરડો ખોટી અને અનુચિત ધરપકડ સામે સંરક્ષણ પણ પ્રદાન કરે છે અને એક હાઈ કોર્ટમાંથી અન્ય હાઈ કોર્ટમાં કેસને હસ્તાંતરિત કરવા માટેની જોગવાઈ ધરાવે છે.

કેન્દ્રીય વહાણવટા, માર્ગ પરિવહન અને રાજમાર્ગો તથા રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં ખરડાનું નિરીક્ષણ રજૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp