ગુજરાતના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને CMએ આપી મંજૂરી

PC: twitter.com

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે, CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃદ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની અને સુરતની એક ફાઇનલ ટીપી સ્કીમ અને ભાવનગરની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ મળી કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ મંજુર કરેલી 2 ફાઇનલ ટીપી સ્કીમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત સાણંદમાં આવેલી ટીપી સ્કીમ નં. 9 અને સુરતના વેસુ- મગદલ્લા વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નં. 7 નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી 2 ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત અકવાડા વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નં. 29 અને ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ અંતર્ગત અધેવાડા વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નં. 17નો સમાવેશ થાય છે.

આ બંને ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજૂરી થવાથી અનુક્રમે 39.6 હેક્ટર જમીન અને 105.12 હેકટર જમીન સંપ્રાપ્ત થશે. આમ ભાવનગર શહેર માટે કુલ 144.72 હેકટર જમીન સંપ્રાપ્ત થશે. મુખ્યમંત્રીએ ભાવનગર શહેરની ડ્રાફ્ટ સ્કીમોની મંજૂરી આપતા સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીએ 3 શહેરોની કુલ 4 ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ સાકાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp