CM પટેલે આ 4 શહેરોની 8 ટાઉન પ્લાનિંગ(TP) સ્કીમને મંજૂરી આપી

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું કે, CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા ચાર શહેરોની કુલ આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.મુખ્યમંત્રીએ મંજૂર કરેલી સાત ડ્રાફટ સ્કીમોમાં અમદાવાદના નરોડામાં ટી.પી. સ્કીમ નં. 124-એ,બી,સી,ડી, અને સાંતેજમાં ટી.પી. સ્કીમ નં. 153, રાજકોટની વાવડીમાં ટી.પી. સ્કીમ નં. 25 તેમજ ભાવનગરના સીદસરમાં ટી.પી. સ્કીમ નં. 28 નો સમાવેશ થાય છે.

અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની આ 07 ડ્રાફટ ટી.પી. સ્કીમો મંજૂર થવાથી કુલ 72.34 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ ઉપરાંત પાટણ વિસ્તારની 01 પ્રિલીમીનરી સ્કીમને પણ મંજુરી આપવામાં આવી છે. જેનાથી કુલ 13.97 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

આમ, રાજ્યના કુલ 4 શહેરોની 8 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી સમગ્રતયા 86.31 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થતા સંપ્રાપ્ત જમીન પર સંબંધિત સત્તામંડળ જાહેર સુવિધા અને વિકાસ કામો કરી શકશે. આ ચાર શહેરોમાં સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. ચાર શહેરોની કુલ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર થતા રાજ્યના નગરોના સુગ્રથિત અને સુઆયોજીત ઝડપી વિકાસની નેમ સાકાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp