ગુજરાતના ત્રણ શહેરોની 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપતા CM પટેલ

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃદ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની ચાર અને સુરતની બે ફાઇનલ ટીપી સ્કીમ તથા વડોદરાની અને સુરતની એક ડ્રાફ્ટ ટીપી સ્કીમ મળી કુલ 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ મંજુર કરેલી 6 ફાઇનલ ટીપી સ્કીમમાં અમદાવાદમાં અંતર્ગત નારોલ ટીપી સ્કીમ નં. 57, વેજલપુર ટી.પી. સ્કીમ નં. 24, ચાંદખેડા ટી.પી. સ્કીમ નં. 75, વટવા-5 ટી.પી. સ્કીમ નં. 85, સુરતમાં અંતર્ગત જહાંગીરાબાદ ટી.પી. સ્કીમ નં. 44 અને ટી.પી. સ્કીમ નં. 46નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ મંજૂર કરેલી બે ડ્રાફ્ટ ટી.પી સ્કીમમાં સુરતની સ્કીમ નં. 15 (ફુલપાડા) (ત્રીજો ફેરફાર) અને વડોદરા (બિલ)ની ટી.પી સ્કીમ નં. 27-એ નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ વડોદરા શહેરની ડ્રાફ્ટ સ્કીમ નં. 27-એ ને મંજૂરી આપતા સંપ્રાપ્ત 55.52 હેકટર જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીએ 3 શહેરોની કુલ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ સાકાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp