આદિવાસી વિસ્તાર ભ્રષ્ટ્રાચારનું એપી સેન્ટર, સૌરાષ્ટ્રમાં કોઈ કામ ન થયું

PC: gsldc.gujarat

ગુજરાત જમીન વિકાસ નિગમમાં ચાલતાં ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ભોંઠી પડી છે. જે ભ્રષ્ટાચાર થયો છે તે મોટા ભાગે આદિવાસી વિસ્તારોમાં થયો છે. કારણ કે જે કંઈ કાગળ પરના ખોટા કામ થયા તે આદિવાસી વિસ્તારોમાં જ થયા છે. જ્યાં લોકો જાગૃત છે અને અવાજ ઊઠાવી શકે તેમ છે ત્યાં ભ્રષ્ટાચારી કામ થયા નથી.

સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં 53920 ખેડૂતોએ પોતાની જમીન માટે અરજી કરી હતી. જેમાં ખેત તલાવડી બનાવવી, જમીન સમથળ કરવી, સીમ તળાવ, ગામ તળાવ, જળ સંરક્ષણ કરવું વગેરે કામ કરવા માટે ખેડૂતોની માંગણી હતી. પણ તેમાના અડધો ટકો પણ ખેડૂતોના કામ મંજૂર કર્યા નથી. આવા ખેડૂતોની સંખ્યા માત્ર 133 થાય છે. જમીન વિકાસ કંપનીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવી ફરિયાદ 17 જૂલાઈ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ખેડૂત સમાજના નેતા મહંમદ સીડાએ કરી હતી.

આનો મતલબ કે ભાજપના ટોચના નેતા જાણતાં હતાં કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર માજા મૂકી રહ્યો છે. તેમ છતાં વડાપ્રધાનની કચેરીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સૂચના પણ આપી નહીં કે તમારા હાથ નીચેની કંપનીમાં ચાલતો ભ્રષ્ટાચાર રોકો. મુખ્યમંત્રી પોતે પણ ભ્રષ્ટાચાર રોકવા તૈયાર ન હતા. કારણ કે તેમની સમક્ષ પણ ભાજપના શેહરાના ધારાસભ્યએ ફરિયાદ કરી હતી કે જમીન વિકાસ નિગમમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર થયો છે છતાં તે એક વર્ષથી રોકવામાં આવ્યો ન હતો. અને ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોટો ભ્રષ્ટાચારનો કિસ્સો જાહેર થયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp