સાહેબ લાજપોર જેલમાંથી બોલું છું, કેદીને પણ જેલમાં હપ્તા આપવા પડે છે

PC: sabguru.com

સુરત પોલીસ કંટ્રોલ રૂમને ગૂરૂવારના રોજ એક વિચિત્ર ફોન આવ્યો હતો, ફોન કરનારે પોતાનું નામ સંદીપ ગોસ્વામી હોવાનું જણાવી ફરિયાદ કરતા કહ્યુ હતું હું લાજપોર જેલમાંથી બોલુ છુ, જેલ પોલીસ અમારી પાસેથી પણ હપ્તા માંગે છે. કંટ્રોલરૂમના અધિકારીવે જેલમાંથી કોઈ કેદીએ ફોન કરતા આશ્ચર્ય થયુ હતું, કારણ જેલમાં ફોન તો પ્રતિબંધીત છે, તો પછી કેદી પાસે ફોન કેવી રીતે આવ્યો, કંટ્રોલરૂમ દ્વારા તરત આ અંગે સુરત સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને જાણ કરવામાં આવતા, એસઓજીના અધિકારીઓ લાજપોર જેલ ઉપર પહોંચ્યા હતા.

એસઓજીના અધિકારીએ જેલમાં જઈ કેદી સંદીપ ગોસ્વામીની પુછપરછ કરતા તેણે પોતાની પાસે રહેલો ગેરકાયદે ફોન આપ્યો હતો, અને ફરિયાદ કરી હતી કે જેલમાં ફોનનો ધંધો લાજપોર જેલના ઝડતી સ્કવોડના અધિકારીઓ જ કરે છે, જેલમાં ઝડતી દરમિયાન મળી આવતા ફોન અંગે કાયદેસર કેસ નોંધવાને બદલે તેઓ જેલમાં રૂપિયા દસ-પંદર હજારમાં ફોન વેચી મારે છે. આ ઉપરાંત બેરેકમાં કાયદેસર મળતી ટેલીવીઝનનની સગવડ પુરી પાડવા માટે દસ હજારનો હપ્તો પણ માંગે છે. એસઓજીના અધિકારીઓએ આ અંગે કાયદેસર કાર્યવાહી કરી ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp