ક્યા પ્રકારની જમીનને કાયદેસર કરવા સરકારે મુદ્ત વધારી

PC: lottssurveying.net

ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા શહેરી જમીન ટોચમર્યાદા કાયદા અંતર્ગત વધારાની ફાજલ જાહેર કરેલી અને સરકાર સંપ્રાપ્‍ત થયેલ જમીનો પૈકીની ચોક્કસ જમીનોનો ભોગવટો કાયદેસર કરવા અંગેની અરજી સ્‍વીકારવાની સમયમર્યાદા આગામી તા.31-3-2018 સુધી લંબાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાઓનું મહેકમ ચૂંટણી સંબંધિત કામગીરીમાં વ્યસ્ત હોવાથી મહત્તમ ભોગવટેદારો આ અધિનિયમનો લાભ ઉઠાવી શકે તે હેતુસર તા.31-3-2018 સુધી અરજીઓ સ્વિકારવાનો નિર્ણય કરાયો છે, તેમ મહેસુલ વિભાગની યાદીમાં જણાવાયું છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.